પીએફએ-2020: ગુજરાતના 9 ઉમેદવારો ફૂટબોલ રેફરી માટેની પસંદગી પરીક્ષા આપશે

અમદાવાદ | ઑલ ઇન્ડિયા ફૂટબોલ ફેડરેશન (AIFF) દ્વારા ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિયેશન (GSFA)ના 9 ઉમેદવારોની પ્રોજેક્ટ ફ્યુચર ઇન્ડિયા (પીએફએ) 2020 બેચ માટે પસંદગી કરી. જેમાં 5 પુરૂષ, 4 મહિલા છે. પીએફએ-2020 ફૂટબોલના રેફરી બનવાનો કોર્સ છે જે મે 2015માં શરૂ કરાયો, જેથી નેશનલ અને ઈન્ટરનેશનલ રેફરી તૈયાર થાય. GSFAના ઉમેદવારોમાં તથાગત પ્રિયદર્શી, વિશાલ વાજા, અરૂણેશ ઝા, ઝેક્યુઅસ વ્યાસ અને અભિનવ નરેન્દ્ર કુમાર તથા સલોની પંડ્યા, રચના કામાણી, નિરાલી ભટ્ટ અને પ્રિયંકા ભીલ સામેલ છે.



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today


from Divya Bhaskar https://ift.tt/2u9vwo3

Comments