ધુમ્મસને લીધે 24 ફ્લાઇટ 4 કલાક સુધી મોડી, 1 રદ કરાઈ

દિલ્હી સહિત ઉત્તર ભારતમાં ધુમ્મસનું પ્રમાણ ઘટતા લોકોને આંશિક રાહત મળી છે. જોકે સોમવારે ધુમ્મસને પગલે ફ્લાઈટોનું સંચાલન ખોરવાયા બાદ મંગળવારે પણ અનેક ફ્લાઈટો મોડી પડી હતી જ્યારે અનેક એરલાઈન્સને ફ્લાઈટો રદ કરવાની ફરજ પડી હતી, જેમાં સ્પાઈસ જેટે અમદાવાદથી કાનપુર જતી ફ્લાઈટ એસજી 3785 રદ કરી હતી. અમદાવાદ આવતી જતી 24 ફ્લાઈટ 1 કલાકથી 4 કલાક સુધી મોડી પડી હતી. સૌથી વધુ ફ્લાઈટ સ્પાઈસ જેટની મોડી પડી હતી.

મોડી પડેલી ફ્લાઈટ

એરલાઇન કેટલી મોડી પડી

એર ઇન્ડિયા

ઓઝર-અમદાવાદ 2.11 કલાક

અમદાવાદ-કંડલા 1.48 કલાક

સ્પાઈસ જેટ

કોલકાતા-અમદાવાદ 4.20 કલાક

મસ્કત-અમદાવાદ 1.40 કલાક

બેંગકોક-અમદાવાદ 3.27 કલાક

જયપુર-અમદાવાદ 1.43 કલાક

પટના-અમદાવાદ 2.07 કલાક

અમદાવાદ-જયપુર 1.53 કલાક

અમદાવાદ-પટના 1.57 કલાક

અમદાવાદ-જેસલમેર 1.50 કલાક

અમદાવાદ-દુબઈ 1.32 કલાક



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today


from Divya Bhaskar https://ift.tt/2QBCR7u

Comments