287 આઈટીઆઈમાં હવે બાયોમેટ્રિક સિસ્ટમ લાગુ

એજ્યુકેશન રિપોર્ટર | અમદાવાદ

ગુજરાત રાજ્યના શ્રમ અને રોજગાર વિભાગ તરફથી 287 જેટલી આઈટીઆઈની કામગીરીમાં પારદર્શકતા લાવવા માટે બાયોમેટ્રિક્સ સિસ્ટમ લાગુ કરવામાં આવી છે. ડિરોક્ટેરેટ ઓફ એમ્પ્લો્મેન્ટ એન્ડ ટ્રેઇનિંગ તરફથી રાજ્યમાં સરકાર સંચાલિત તમામ આઈટીઆઈમાં બાયોમેટ્રિક હાજરી પદ્ધતિ દાખલ કરવાની કામગીરી પૂર્ણ કરી દેવાઈ છે.

શ્રમ અને રોજગાર વિભાગના અધિક મુખ્ય સચિવ વિપુલ મિત્રાએ કહ્યું કે, તમામ 287 આઈટીઆઈમાં બાયોમેટ્રિક હાજરી પદ્ધતિ લાગુ કરી દેવામાં આવી છે. આ માટે આઈટીઆઈના 6800થી વધુ ઇન્સ્ટ્રક્ટર્સની નોંધણી કરાઈ

મિત્રાએ વધુમાં જણાવ્યું છે કે, આ બાયોમેટ્રિક હાજરી પદ્ધતિથી આઈટીઆઈની કામગીરીમાં વધારે પારદર્શકતા આવશે, અને આઈટીઆઈની કામગીરીમાં વધારે પારદર્શકતા આવશે ને કર્મચારીઓની હાજરી અંગેની હાજરીની ફરિચાદો હવે ભૂતકાળ બની જશે.’ જ્યાં સુધી કર્મચારીઓની હાજરીનો સંબંધ છે, તેમાં વ્યાપક સુધારો થયો છે.

રાજ્ય સરકાર સંચાલિત 287 આઈટીઆઈ ડઝનબંધ ટ્રેડ અને વ્યવસાયોની તાલીમ આપીને કુશળ કામદારો પૂરા પાડવામાં ચાવીરૂપ ભૂમિકા ભજવે છે. આઈટીઆઈમાં પાસ થયેલા વિદ્યાર્થીઓ મોટાભાગે સ્વરોજગારી પ્રાપ્ત કરે છે અથવા તો પોતાનો બિઝનેસ શરૂ કરે છે.



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today


from Divya Bhaskar https://ift.tt/2SzlE0W

Comments