31 માર્ચે ગુજકેટ, NCERT પ્રમાણે પરીક્ષા લેવાશે

એજ્યુકેશન રિપોર્ટર | અમદાવાદ

બોર્ડ દ્વારા 2020માં ગુજકેટની પરીક્ષા 31 માર્ચે સવારે 10થી 4 વાગ્યે યોજાશે. ધો.12 પછી ડિગ્રી એન્જિનિયરિંગ, ડિગ્રી-ડિપ્લોમા ફાર્મસી અભ્યાસક્રમોમાં પ્રવેશ મેળવવા ઇચ્છતા વિદ્યાર્થીઓ માટે ગુજકેટ ફરજિયાત છે. જેના રેન્કના આધારે રાજ્યની એન્જિનિયરિંગ અને ફાર્મસી કોલેજોમાં વિદ્યાર્થીઓની પસંદગી પ્રમાણે પ્રવેશ અપાય છે. આ વર્ષે ગુજકેટની પરીક્ષામાં તમામ પુસ્તકો એનસીઇઆરટીના પુસ્તકો પ્રમાણે લેવાશે, કારણ કે આ વર્ષથી ગુજરાત બોર્ડની સ્કૂલોમાં પણ એનસીઇઆરટીના પુસ્તકોને અમલ કરાયો છે. ગુજકેટની પરીક્ષા ધો.12ના ભૌતિક વિજ્ઞાન, રસાયણ વિજ્ઞાન, જીવ વિજ્ઞાન તેમજ ગણિતના વિષયનો સમાવેશ થાય છે, દરેક વિષયના 40 ગુણ રહેશે.



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today


from Divya Bhaskar https://ift.tt/2QrcAIK

Comments