31મી ડિસેમ્બરે સેલ્સ-માર્કેટિંગ કંપનીમાં ભરતી માટે જોબફેર

એજ્યુકેશન રિપોર્ટર | અમદાવાદ

આશ્રમ રોડ પર આવેલી યુરેકા ફોર્બ્સ કંપનીમાં 31મી ડિસેમ્બરે સેલ્સ અને માર્કેટિંગની પોસ્ટમાં ભરતી માટે મેળો થશે, જેમાં 300થી વધુ ખાલી જગ્યાઓ પર ભરતી માટે વાર્ષિક રૂ. 96 હજારથી ત્રણ લાખ સુધીનું જોબ પેકેજ ઓફર કરાશે. તેમ રોજગાર વિભાગના સૂત્રોએ જણાવ્યું છે.

મદદનીશ નિયામક રોજગાર અને યૂરેકા ફોર્બ્સ કંપનીના સહયોગથી આયોજિત આ રોજગાર મેળો આશ્રમરોડ પર આવેલી યૂરેકા ફ્રોર્બ્સ કંપનીમાં બીજા માળે થશે, જેમાં ધો 10 પાસ, ધોરણ 12 પાસ તેમ જ ગ્રેજ્યુએટ થયેલા યુવાનો સેલ્સ એક્ઝિક્યૂટિવ, સેલ્સ માર્કેટિંગની પોસ્ટેની ભરતી કાર્યવાહીમાં ભાગ લઈ શકશે.આ મેળામાં 18 વર્ષથી 35 વર્ષની વયજૂથના યુવાનો ભાગ લઈ શકશે.

118ને જોબ મળી

ગયા વર્ષે જૂન મહિનામાં યૂરેકા ફોર્બ્સ કંપનીમાં કુલ 118 યુવાનોને જોબ ઓફર કરવામાં આવી હતી. આશરે વાર્ષિક રૂ. 84 હજારથી ત્રણ લાખ સુધીનુ જોબ પેેકેજ ઓફર કરાયું હતું.

અહીં સંપર્ક કરવો

રોજગાર વિભાગના સૂત્રોના જણાવ્યાં પ્રમાણે નીચે દર્શાવેલા સરનામે રોજગાર ઈચ્છતા યુવાનો નોકરી માટે સંપર્ક કરી શકશે. યૂરેકા ફોર્બ્સ ઓફિસ, બીજા માળે, મિલ ઓફિસર સોસાયટી,જૂની રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયાની પાછળ, સિટી ગોલ્ડ સિનેમા પાસે, અમદાવાદ



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today


from Divya Bhaskar https://ift.tt/2Zvg6WJ

Comments