સ્કૂલોને 3 વર્ષની ફીની દરખાસ્ત મોકલવાનો આજે છેલ્લો દિવસ

એજ્યુકેશન રિપોર્ટર | અમદાવાદ

સ્કૂલોની આગામી ત્રણ વર્ષની ફી નક્કી કરવા માટે દરખાસ્ત કરવાનો મંગળવારે છેલ્લો દિવસ છે. અત્યાર સુધી 40 ટકા સ્કૂલોએ દરખાસ્ત કરી નથી. ડીઇઓ અને ડીપીઇઓના સૂત્રોના જણાવ્યા પ્રમાણે છેલ્લા દિવસે મંગળવારની રાત્રે 12 વાગ્યા સુધી સ્કૂલોનો ફાઇલ જમા કરાવવા માટેનો ધસારો રહેશે, અત્યાર સુધીમાં 60 ટકા જેટલી સ્કૂલોએ પોતાની દરખાસ્ત રજૂ કરી છે.

ખાનગી સ્કૂલોએ આગામી ત્રણ વર્ષ માટેની ફી નક્કી કરવા માટેની દરખાસ્ત રજૂ કરવા સરકારે સ્કૂલોને 31 ડિસેમ્બર સુધીનો સમય આપ્યો હતો. જે મંગળવારે પૂરો થશે. આ પહેલા દિવાળીના વેકેશનને કારણે નવેમ્બર મહિનાની જગ્યાએ 31 ડિસેમ્બર સુધી દરખાસ્ત કરવાની છૂટ સ્કૂલોને અપાઇ હતી. પરંતુ શરૂઆતના તબક્કાથી જ સ્કૂલોએ પોતાની ફાઇલ જમા કરવામાં નિરસતા દાખવી હતી.



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today


from Divya Bhaskar https://ift.tt/2rKRn4o

Comments