કાર ભાડે લઈ બારોબાર વેચી નાખનારી ગેંગના 3 ઝડપાયા

સેલ્ફ ડ્રાઈવિંગ માટે ભાડે મળતી કાર લઈ પાછી નહીં આપી બારોબાર વેચી મારતી ગેંગના 3 સભ્ય ઝડપાયા છે.

ક્રાઇમબ્રાંચની ટીમને બાતમી મળી હતી કે, કેટલાક લોકો કાર ભાડે લઈ બારોબાર વેચી નાખે છે. આથી ટીમે બાતમીના આધારે લેમ ટ્રી હોટેલ પાસેથી સંદીપપુરી ગોસ્વામી, ઈર્શાદ અજમેરી અને મહંમદ ઈલ્યાસી શેખને ઝડપી લીધા હતા. આરોપીઓએ જણાવ્યું હતું કે, ભાડેથી સેલ્ફ ડ્રાઇવિંગ માટે મળતી કાર ગ્રાહક બની મેળવતા હતા અને ત્યારબાદ કાર પાછી આપતા ન હતા.



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today


from Divya Bhaskar https://ift.tt/2rJlY29

Comments