ટેકનિકલી મજબૂત ઇન્ડિકેટર્સ સાથે 4 માસમાં 15-20% રિટર્ન આપી શકે તેવા ટોપ હાઇ-5 શેર્સ

બુધવારથી શરૂ થઇ રહેલા ઇસ્વીસન 2020ના પ્રથમ દિવસથી શોર્ટટર્મ માટે ખરીદી માટે મજબૂત ટેકનિકલ સંકેત ધરાવતા ટોપ-5 શેર્સ જે સ્ટોપલોસ અને ટાર્ગેટ સાથે હાલના મથાળે ખરીદનારને 3-4 માસના શોર્ટટર્મ દરમિયાન 15-20 ટકા રિટર્ન આપી શકે તેવી મોતીલાલ ઓસવાલ સિક્યુરિટીઝ લિમિટેડે ભલામણ કરી છે.

હિન્દાલકો: મન્થલી ચાર્ટ ઉપર 5-0 બુલિશ હારમોનિક પેટર્ન રચાઇ છે. વીકલી ચાર્ટ ઉપર ફોલિંગ ચેનલ બ્રેકઆઉટ જોવા મળ્યું છે. તે ઉપરાંત ક્વાર્ટરલી ચાર્ટ ઉપર બુલિશ ઇંગલફીંગ પેટર્ન પણ રચાઇ છે. ટ્રેડર્સ 210-218ની રેન્જમાં રૂ. 260-280ના ટાર્ગેટ સાથે રૂ. 192નો સ્ટોપલોસ હાથવગો રાખી ખરીદી માટે વિચારી શકે.

તાતા મોટર્સ: ડેઇલી ચાર્ટ ઉપર નિફ્ટી ઓટો ઇન્ડેક્સે ટ્રેન્ડલાઇન બ્રેકઆઉટ આપ્યું છે તાતા મોટર્સ છેલ્લા 3 માસથી હેલ્ધી વોલ્યૂમ સાથે ખાસ્સો સુધર્યો છે. ડેઇલી ચાર્ટ ઉપર બુલિશ ફ્લેગ પેટર્ન અને ડેઇલી ચાર્ટ ઉપર 50 અને 200 એસએમએ ક્રોસ ઓવર જોતાં આ શેર રૂ. 177-183ની રેન્જમાં ખરીદી રૂ. 165ના સ્ટોપલોસ સાથે રૂ. 215-225ના ટાર્ગેટ સાથે ખરીદી માટે વિચારી શકાય.

પીવીઆર: વીકલી ચાર્ટ ઉપર હાયર હાઇ- હાયર લોઝ મેઇન્ટેન કરવા દ્રારા શેરમાં મજબૂત અપવર્ડ ટ્રેન્ડ છે. બુલિશ ફ્લેગ પેટર્ન, પોલ એન્ડ ફ્લેગ પેટર્નમાંથી બ્રેકઆઉટ અને મોમેન્ટમ ઓસ્સિલેટર આરએસઆઇ ડેઇલી-વીકલી ચાર્ટ ઉપર પોઝિટિવ છે. જે રૂ. 1795ના સ્ટોપલોસ સાથે રૂ. 1860 સુધીનો ઘટાડો આવે તો વેલ્યૂ બાઇંગનો સંકેત આપે છે.

MFSL: મેક્સ ફાઇનાન્સિયલ સર્વિસિસ લિ. મન્થલી ચાર્ટ ઉપર 100 ઇએમએ આસપાસ સપોર્ટ ધરાવે છે. નવેમ્બરમાં ટ્રાયેન્ગલ બ્રેકઆઉટ પછીના ઉછાળામાં વોલ્યૂમ અને સુધારો બન્ને હેલ્ઘી રહ્યા છે. હાલનો સુધઆરો ઇમ્પલ્સ અને કરેક્ટિવ મૂવનું કોમ્બિનેશન છે. જે રૂ. 640-670 સુધીની રેલી માટેનો સંકેત આપે છે. ટ્રેડર્સે રૂ. 490ના સ્ટોપલોસ સાથે રૂ. 530-540ની રેન્જમાં ખરીદી માટે વિચારી શકાય.

સિટી યુનિયન બેન્ક: વીકલી ચાર્ટ ઉપર હાયર હાઇ- હાયર લોઝ અને છેલ્લા 34 માસથી રાઇઝિંગ ચેનલની ટેરિટરી ધરાવતો શેર ડેઇલી ચાર્ટ ઉપર બુલિશ ફ્લેગ પેટર્નમાંથી બ્રેકઆઉટ દર્શાવે છે. તે જોતાં ટ્રેડર્સ હાલના તબક્કે રૂ. 230 સુધીના ઘટાડા દરમિયાન રૂ. 215ના સ્ટોપલોસ સાથે રૂ. 275ના ટાર્ગેટ સાથે ખરીદી માટે વિચારી શકાય.

MOSL: ટેકનિકલી 2020ના ટોપ હાઇ-5

સ્ક્રીપ બંધ ખરીદી રેન્જ ટાર્ગેટ અપસાઇડ સ્ટોપલોસ

હિન્દાલકો 218 210-218 260-280 20% 192

તાતા મોટર્સ 183 177-183 215-225 18% 165

પીવીઆર 1903 1860-1905 2200 15% 1795

MFSL 540 520-540 640-670 19% 490

સિટી યુનિ. 235 230-235 275 17% 215

(નોંધ: અત્રે આપેલી ભલામણ MOSL



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today


from Divya Bhaskar https://ift.tt/2Qho3Mp

Comments