કાર્નિવલમાં છેડતી કરતા 4 રોમિયો ઝડપાયા

કાંકરિયા કાર્નિવલમાં મહિલાઓની છેડતી કરતા ત્રણ દિવસમાં ચારની મણિનગર પોલીસે ધરપકડ કરી છે.

કાર્નિવલમાં મોટી સંખ્યામાં લોકોની અવર-જવર હોવાથી મણિનગર પીઆઈ એસ.એમ. પટેલની સૂચના આધારે બિભત્સ ચેનચાળા કરી મહિલાઓની છેડતી કરતાં ચિરાગ જનસારી રહે. ખોખરા, યશુ રાવલ કાંકરિયા, પ્રગ્નેશ સોલંકી કાંકરિયા અને આશિષ વેગડા કાગડાપીઠને ઝડપી લીધા હતા. જેમની પૂછપરછ કરતાં તેમણે કબૂલાત કરી હતી કે રસ્તે આવતી-જતી મહિલાઓ અને છોકરીઓની મશ્કરીને કરીને તેમને હરાન કરતા હતા. આ અંગે મણિનગર પોલીસે ચારેય આરોપીઓ સામે ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today


from Divya Bhaskar https://ift.tt/37fKNBW

Comments