વેલફેર ફંડ ભરવા બાર કાઉન્સિલે 4 દિવસ વધાર્યા

બાર કાઉન્સિલ ઓફ ગુજરાતમાં રિન્યૂઅલ ફી ભરવાની છેલ્લી તારીખ 31 ડિસે. હતી. ફી ભરવાનું સર્વર ડાઉન થયું હતું. આથી મોટા ભાગના ધારાશાસ્ત્રીઓ ફી ન ભરી શકતા તેમની માંગણીને ધ્યાને રાખી રિન્યૂઅલ ફી ભરવા વધુ 4 દિવસ લંબાવાયા છે. બાર કાઉન્સિલના ચેરમેન સી.કે.પટેલ અને અનીલ કેલ્લાએ જણાવ્યું કે, ઓનલાઈન ફી ભરવા સર્વર ડાઉન થતાં ટેક્નિકલ ખામી સર્જાઇ હતી. આથી બાર કાઉન્સિલના સભ્ય ભરત ભગત, ગુલાબખાન પઠાણ અને પરેશ વાઘેલાએ ફી ભરવાથી કોઇ બાકી રહી ના જાય માટે વધુ સમય લંબાવવા માટે માંગણી કરી હતી.



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today


from Divya Bhaskar https://ift.tt/2QeFxZN

Comments