51 હજારના પગારદારે 1 દાયકામાં10 કરોડ બનાવ્યા

ક્રાઇમ રિપોર્ટર | વલસાડના ધરમપુર જીએલડીસીમાં મદદનીશ નિયામક તરીકે નોકરી કરતા પ્રવીણ બાલચંદ પ્રેમલે 52 હજારના માસિક પગારમાં 10 વર્ષમાં બેનામી 10.54 કરોડની મિલકતો બનાવી હોવાનું એસીબીની તપાસમાં સામે આવ્યું છે. તેના પરિવારના અલગ અલગ ખાતામાંથી 4.26 કરોડ મળ્યા હતા. જયારે નોટબંધી વખતે 45.75 લાખ જમા કરાવ્યા હતા.

ધરમપુરના મદદનીશ નિયામકના પરિવારના બેંક એકાઉન્ટમાંથી એસીબીને 4.26 કરોડની રકમ મળી

પ્રવીણ પ્રેમલ અને પુત્ર ચિરાગ

પ્રવીણ પ્રેમલએ તેના પુત્ર ચિરાગને સરકારી યોજનાના કામોમાં ગેંગ લીડર બનાવ્યો હતો. પુત્ર ચિરાગને આરટીજીએસ દ્વારા 3.92 કરોડ ચૂકવ્યા હતા. આ રકમ પૈકી ચિરાગે પિતા પ્રવીણકુમાર અને માતા દમયંતીબેનના એકાઉન્ટમાં ટ્રાન્સફર કર્યા હતા.

બેનામી મિલકતોને લઈને એસીબી અમદાવાદ ફિલ્ડ-3ના મદદનીશ નિયામક એન.ડી.ચૌહાણે જાતે ફરિયાદી બનીને ગુજરાત જમીન વિકાસ નિગમ લિમિટેડની વલસાડ ધરમપુર કચેરીના તત્કાલીન મદદનીશ નિયામક પ્રવીણ બાલચંદ પ્રેમલ, તેની પત્ની દયમંતી પ્રવીણ પ્રેમલ અને પુત્ર ચિરાગ પ્રવીણ પ્રેમલ સામે ગુનો નોંધ્યો છે.

જમીન, બંગલો, રેસ્ટોરાં સહિત 32 મિલકતો વસાવી

પ્રવીણ પ્રેમલ અને તેના પરિવારજનો નામે બીએમડબલ્યુ કાર, ફ્લેટ, ખેતીની જમીન, દુકાનો રેસ્ટોરાં એમ કુલ મળીને 32 જેટલી સ્થાવર જંગમ મિલકતો વસાવી હોવાનું સામે આવ્યું છે. જેમાં બીએમડબલ્યુ કાર, અમદાવાદમાં ચાંદખેડામાં મકાન, બંગલો, પ્લોટ, હાઇવે પર આવેલા મોલમાં રેસ્ટોરન્ટ, આઠ દુકાનો ઉપરાંત બાલાજી પાર્ક-2માં બંગલો, સુર્યમ એપાર્ટમેન્ટમાં ફલેટ તેમજ જુદાલગામે ખેતીની જમીનો મળીને 32 મિલકતો હોવાનું તપાસમાં સામે આવ્યું છે. જેની દસ્તાવેજોના આધારે 6 કરોડથી વધુની વેલ્યૂ છે. જો કે આજની માર્કેટ વેલ્યુ ગણીએ તો અંદાજિત 70 કરોડથી વધુની થાય છે. ઉપરાંત પરિવારના અલગ અલગ ખાતામાંથી 4.26 કરોડની રોકડ મળી હતી. જયારે નોટબંધી વખતે 45.75 લાખની રકમ જમા કરાવી હતી.

નોટબંધી વખતે 45 લાખ બેંકમાં જમા કરાવ્યા હતા

ખેડૂતોના નામે બોગસ વાઉચરો બનાવ્યાં હતાં

પ્રવીણ પ્રેમલે 1998-99ના વર્ષ દરમિયાન ધંધુકાના ચાર્જમાં હતા ત્યારે ધંધુકા તાલુકાના આનંદપુર, કમીયાળાગામના વોટરશેડ પ્રોજેકટમાં આવતા ખેડૂતોને પ્રવાસ (એક્સપોઝર ટુર)માં લઈ જવામાં આવ્યા ન હોવા છતાં ફિલ્ડ આસિસ્ટન્ટ અને મદદનીશ નિયામકના મેળાપીપણામાં રહીને ખોટા વાઉચરો તૈયાર કરીને રૂ.2 લાખની ઉચાપત કરી હતી. જે મામલે તેમની સામે ધોલેરા પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરવામાં આવ્યો હતો જે ધંધુકા કોર્ટમાં પેન્ડિંગ છે.

26 પૈકી 12 ગુનામાં ધરપકડ થઇ હતી

ધરમપુરમાં જીએલડીસીની યોજના હેઠળ પ્રવિણ પ્રેમલે 50થી વધુ ખેડૂતોના નામે 2.61 કરોડની ગેરરીતિ કરી હતી. જેને લઈને વલસાડ-ડાંગ અને નવસારી એસીબીમાં પ્રવિણ પ્રેમલ સામે 26 ગુનાઓ નોંધાયેલા છે. જે પૈકી 12 ગુનાઓમાં ધરપકડ કરી છે.

ગેરરીતિના 1.19 લાખ વસૂલાયા હતા

ફિલ્ડ સુપરવાઈઝર હતા ત્યારે હિસાબોનું ઓડિટ કરાતું ત્યારે પ્રવિણ પ્રેમલ દ્રારા હિસાબી અનિયમિતતાઓ થઈ હોવાનું રેકર્ડના આધારે જણાતાં સરકારને થયેલા આર્થિક નુકસાનની રકમ રૂ.1.19 લાખ તેમની પાસેથી વસુલાત કરવામાં આવી હતી.

56 લાખનું કૌભાંડ બહાર આવ્યું હતું

2018માં ગુજરાત જમીન વિકાસ લિમિટેડ ગાંધીનગરની કચેરીના અધિકારીઓએ ગ્રાંટની રકમનો મોટો હિસ્સો કમિશન પેટે ઉચાપત કરી હતી. જેને લઈને એસીબીએ જુદા-જુદા અધિકારીઓ પાસેથી 56 લાખની રકમ મળી આવી હતી.



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
Ahmedabad News - 51 thousand salaries made 10 crores in 1 decade 055038
Ahmedabad News - 51 thousand salaries made 10 crores in 1 decade 055038


from Divya Bhaskar https://ift.tt/39vDGr8

Comments