ચાઈનીઝ દોરીના 51 ટેલર સાથે યુવક ઝડપાયો

ચમનપુરા સર્કલ પાસે પ્રતિબંધિત ચાઈનીઝ દોરીના 51 ટેલર સાથે એક યુવકને ઝડપી લેવાયો છે. શાહીબાગ પોલીસને પેટ્રોલિંગ સમયે યુવક ચાઈનીઝ દોરીનું વેચાણ કરતો હોવાની માહિતી મળી હતી અને તે ચમનપુરા સર્કલ પાસે આવેલી નાસ્તાની લારી ખાતે નાસ્તો કરવા આવ્યો હોવાનું જાણવા મળતા શાહીબાગ પોલીસની ટીમ ચમનપુરા સર્કલ તપાસ કરવા પહોંચી હતી. પોલીસે નાસતો કરવા આવેલા વિશાલ ચીમનલાલ અગ્રવાલ (રહે. મેઘાણીનગર)નામના યુવકની ધરપકડ કરી તેની પાસેથી 51 ટેલર જપ્ત કર્યા હતા. પોલીસે આ ચાઇનીઝ ટ્રેલર તે ક્યાંથી લાવ્યો અને તે કોને આપવાનો હતો તે જાણવા માટે તેની વધુ પૂછપરછ હાથ ધરી છે. ઉત્તરાયણ નજીક હોવા છતા શહેરમાં પ્રતિબંધિત ચાઇનીઝ દોરી નું વેચાણ થઇ રહ્યું છે.



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today


from Divya Bhaskar https://ift.tt/2F7jmhJ

Comments