સરદારધામ વિશ્વ પાટીદાર સમાજ એક દિવસમાં 60 હજારથી વધુ B2B મિટિંગ કરશે

સરદારધામ વિશ્વ પાટીદાર સમાજ દ્વારા આયોજિત ગ્લોબલ પાટીદાર બિઝનેસ સમિટ 2020 એક દિવસમાં સૌથી વધુ સંખ્યામાં પ્રિ-રજિસ્ટર્ડ બી2બી મિટિંગ્સના આયોજનથી એક નવો વિક્રમી રેકોર્ડ સર્જવા જઈ રહ્યું છે. આગામી 5 જાન્યુઆરીએ 60 હજાર જેટલી પ્રિ-રજિસ્ટર્ડ બી2બી મિટિંગ્સનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં વિવિધ ઔદ્યોગિક ક્ષેત્રો જેમ કે, સિરામિક્સ અને હોમ ડેકોર, મહિલા એન્ટરપ્રાઇસિસ, ઇન્ફોરમેશન ટેક્નોલોજી, એન્જિનિયરિંગ, રિયલ એસ્ટેટ, કેમિકલ્સ અને ફાર્માસ્યુટિકલ્સ, બેંકિંગ અને ફાઇનાન્સ, કૃષિ અને ડેરી ઉત્પાદનો, પાવર અને ઇલેક્ટ્રોનિક્સ, રિયલ એસ્ટેટ, શૈક્ષણિક સંસ્થાઓ, ટેક્સટાઇલ અને ગાર્મેન્ટ્સ વગેરેના પ્રતિનિધિઓ દ્વારા ભાગ લેવામાં આવશે.

ગ્લોબલ પાટીદાર બિઝનેસ સમિટનું આયોજન 3, 4 અને 5 જાન્યુઆરી, 2020 દરમિયાન ગાંધીનગરના હેલિપેડ ગ્રાઉન્ડ ખાતે કરવામાં આવ્યું છે. આ પ્રસંગના અન્ય આકર્ષણો પ્રદર્શન, બિઝનેસ સેમિનાર અને પાટીદાર ઉદ્યોગ રત્ન એવોર્ડ પણ યોજાશે. આ કાર્યક્રમમાં 7 લાખથી વધારે મુલાકાતીઓ આવવાના છે.



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today


from Divya Bhaskar https://ift.tt/34VAXDH

Comments