70 હજારમાં સુરતની સગીરાને ખરીદીને અમદાવાદના યુવકે 5 માસ દુષ્કર્મ ગુજાર્યું

સુરતના સચિન વિસ્તારમાંથી 12મી ઓગસ્ટે 15 વર્ષની કિશોરી ગુમ થતાં સચિન પોલીસે 10 દિવસ પછી 22મી ઓગસ્ટે અપહરણનો ગુનો નોંધ્યો હતો. આ મામલે સચિન પોલીસે ટેકનીકલ સર્વલન્સના આધારે અમદાવાદ સૈજપુર-બોધા વિસ્તારમાં રહેતા હરીશ ઇશ્વર સોલંકીના ઘરેથી કિશોરીને મુક્ત કરાવી હતી. પોલીસે હરીશની ધરપકડ કરી ત્રણ દિવસના રિમાન્ડ મેળવ્યા હતા, જેમાં પૂછપરછમાં હરીશે જણાવ્યું હતું કે, કિશોરીને એક વૃદ્વાએ 70 હજારમાં પિતા ઈશ્વરને વેચી દીધી હતી. પિતાએ પુત્રના લગ્ન માટે કિશોરીને વેચાણથી લીધી હતી. તેમજ તેણે અનેકવાર કિશોરી પર દુષ્કર્મ આચર્યું હોવાનું કબૂલ્યું હતું. આ મામલે સચિન પોલીસે પિતા-પુત્રની ધરપકડ કરી અપહરણના ગુનામાં બળાત્કાર, પોક્સો એકટ તેમજ માનવ તસ્કરી સહિતની કલમો ઉમેરો કર્યો હતો.

સચિન પોલીસે કિશોરીનું મેડિકલ પરીક્ષણ કરાવી જ્યારે હરીશના પિતા ઈશ્વરની હાલમાં પૂછપરછ ચાલી છે, કડિયા કામ કરતા ઈશ્વરે અમદાવાદ કલોલમાં રહેતી વૃદ્વા પાસેથી 70 હજારમાં કિશોરીને લીધી હતી. ઈશ્વરે તેના પુત્રનાં લગ્ન માટે છોકરીની શોધમાં હતો જેથી વૃદ્વાએ તેને એક છોકરી છે રૂપિયા આપવા પડશે એવું કહી સોદો નક્કી કર્યો હતો. પોલીસ સમક્ષ કિશોરીએ જણાવ્યું કે એક વૃ્દ્વા મને કામકાજની લાલચ આપી લઈ ગઈ હતી અને અમદાવાદમાં વેચી મારી હતી.

આરોપી હરીશ

10 દિવસ પછી પોલીસે અપહરણનો ગુનો નોંધ્યો

 મારી પિતરાઈ બહેન 12મી ઓગસ્ટે કપડાં સિવડાવવા માટે બજારમાં ગઈ, સાંજ સુધી ન આવતા અમે શોધખોળ કરી છતાં કોઈ પતો ન લાગતા આખરે અમે સચીન પોલીસમાં ફરિયાદ કરવા ગયા હતા. પોલીસે અમારી ફરિયાદ તે વખતે ન લીધી. પોલીસે અમને ધક્કા ખવડાવી 10 દિવસ પછી ગુનો નોંધ્યો હતો. મારી બહેન શુકવારે પોલીસને મળી આવી ત્યારે તેને પૂછ્યું તો તેણે કહ્યું કે, એક વૃદ્વા મને સચીન ચોકડી પાસે કંઈ સુંઘાડીને લઈ ગયા હતા અને મને વેચી નાખી હતી. ભોગ બનનારની પિતરાઈ બહેન

કિશોરીને લઈ જનાર વૃદ્ધાની તપાસ ચાલુ છે

 અમે હરીશની ધરપકડ કરી 3 દિવસના પોલીસ રિમાન્ડ મેળવ્યા છે. વૃદ્વાની શોધખોળ માટે અમદાવાદ કિશોરીને લઈને જવામાં આવશે, હાલમાં તપાસ ચાલુ છે. એમ.વી.રાઠોડ, પીએસઆઇ, સચીન



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
Ahmedabad News - ahmedabad youth commits five months of wrongdoing by buying surat39s pug in 70 thousand 055034


from Divya Bhaskar https://ift.tt/37gUa4h

Comments