2018-19માં થયેલા બેન્કિંગ ફ્રોડ, ગયા વર્ષની સરખામણીએ 74% વધ્યા
5 વર્ષ - બેન્કિંગ ફ્રોડ વર્ષ 2015-16ને બાદ કરતાં દર વર્ષે વધતાં ગયા છે. છેલ્લા પાંચ વર્ષમાં બેન્કિંગ ફ્રોડની માત્રા સંખ્યાના આધારે 47 ટકા અને રકમના આધારે 268 ટકા વધી છે. ગયા વર્ષની સરખામણીએ ફ્રોડમાં 74 ટકાનો વધારો થયો છે. માત્ર 2015-16માં 18699 કરોડના ફ્રોડ નોંધાયા હતા. 2018-19 આવતા તે અનેક ઘણા વધી ગયા.
લોન - આ સેક્શનમાં સૌથી વધુ રકમનાં કૌભાંડની માહિતી અપાઈ છે. નાણાવર્ષ 2018-19માં બેન્કોએ કુલ 64,548 કરોડ રૂપિયાના કૌભાંડોનું રિપોર્ટિંગ કર્યુ. 2014-15માં તે રકમ 17,122 કરોડ રૂપિયા હતી. એટલે કે ગત 5 વર્ષમાં આ સેક્શનમાં 268 ટકાનો વધારો નોંધાયો.
કાર્ડ/ઈન્ટરનેટ - ગત 5 વર્ષમાં કાર્ડ કે ઈન્ટરનેટ કૌભાંડોની રકમ 36 ટકાના વધારા સાથે 52 કરોડથી વધીને 71 કરોડ રૂપિયા થઇ ગઈ છે. જોકે ગત વર્ષની તુલનાએ આ સેક્શનમાં ઘટાડો નોંધાયો છે. 2017-18માં 110 કરોડ રૂપિયાના 2059 કૌભાંડ થયાં હતાં જે 2018-19માં 71 કરોડ રૂપિયાના 1866 કૌભાંડ થયાં.
Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
from Divya Bhaskar https://ift.tt/379mTYP
Comments
Post a Comment