ફર્નિચરના વેપારીના આપઘાત કેસમાં 7 વ્યાજખોરો સામે ગુનો

ચાંદખેડાના ફર્નિચરના વેપારીએ 7 વ્યાજખોરોના પૈસાની ઉઘરાણીના ત્રાસથી કંટાળીને કેનાલમાં પડતું મૂકીને આપઘાત કર્યો હતો. વેપારીએ યોગરાજસિંહ ચુડાસમા, યરલ શાહ, જયેશ દેસાઈ, સુરેશ ગુલાટી, મહેશ પ્રજાપતિ, હરીશ ચાવડા, મહાવીર (પૃથ્વી કમ્પ્યૂટર વાળા) એમ 7 વ્યાજખોરો પાસેથી પૈસા લીધા હતા. જેની સામે વેપારી પાસેથી 3 દુકાનો- ગાડી બધું લખાવીને પડાવી લીધું હતું તેમ જ મૂડી પણ પાછી લઇ લીધી હતી છતાં ઉઘરાણી ચાલુ જ રાખી હતી.

ચાંદખેડાના વિજય વર્માનો ભવાની સેલ્સ નામથી ફર્નિચરનો શો રૂમ હતો. 25 ડિસેમ્બરે તેઓ સાંજે દુકાનેથી નીકળ્યા પરંતુ ઘરે પહોંચ્યા ન હતા. તેમનું સ્કૂટર તપોવન સર્કલ નર્મદા કેનાલ પાસેથી મળ્યું હતું. આ અંગે વિજયભાઇના પત્ની અંજુબેને ચાંદખેડા પોલીસમાં વિજયભાઇ ગુમ થયાની ફરિયાદ નોંધાવી હતી.વિજયભાઇના સ્કૂટરની ડેકીમાંથી તેમનો મોબાઈલ મળ્યો હતો. ઘરમાંથી તેમની બેગમાંથી એક ચિઠ્ઠી મળી હતી, જેમાં તેમણે 7 વ્યાજખોરોના પૈસાની ઉઘરાણીના ત્રાસથી કંટાળીને આપઘાત કરતા હોવાનું લખ્યું હતું. 28મીએ નર્મદા કેનાલમાંથી વિજયભાઇનો મૃતદેહ મળ્યો હતો. ચિઠ્ઠી અને વિજયભાઇના પત્નીની ફરિયાદના આધારે ચાંદખેડા પોલીસે સાતેય વ્યાજખોરો સામે આપઘાત માટે દુષ્પ્રેરણનો ગુનો નોંધ્યો છે.



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today


from Divya Bhaskar https://ift.tt/2QvFhEw

Comments