‘રિંગ ઓફ ફાયર’ નામે ઓળખાયેલા ગ્રહણના મધ્યકાળમાં 9:25 વાગે સૂર્ય 70 ટકા ઢંકાયો હતો

સિટી રિપોર્ટર | અમદાવાદ

આજે વર્ષનું ત્રીજું અને છેલ્લું સૂર્યગ્રહણ અમદાવાદમાં ગ્રહણ સવારે 8.05 વાગ્યે શરૂ થયું હતું. 9.21 વાગ્યે ગ્રહણનો મધ્યકાળ હતો અને 10.30 વાગ્યે ગ્રહણ પૂરું થયું હતું. શહેરમાં સાયન્સ સિટી ખાતે સ્કૂલના વિદ્યાર્થીઓ ખગોળીય ઘટનાનો નજારો જોવા પહોંચ્યા હતા. સૂર્યગ્રહણ બાદ હવે 21 જૂન 2020માં થશે તેને ભારતમાં જોઈ શકાશે. અમદાવાદમાં રિવરફ્રન્ટ સહિતના સ્થળો પર સૂર્યગ્રહણ જોવા માટે વ્યવસ્થા કરાઈ હતી.વૈજ્ઞાનિક નરોત્તમ શાહુના જણાવ્યા અનુંસાર અમદાવાદમાં સુર્યગ્રહણને લીધે 9.25 વાગ્યે 70 ટકા સૂર્ય ઢંકાયો હતો.

સવારે 9 : 05

ગ્રહણની આંશિક અવસ્થા સમગ્ર દેશમાંથી બપોરે 1.36 મિનિટે પૂર્ણ થઈ હતી

સવારે 9.06 વાગે શરૂ થયું હતું

વૈજ્ઞાનિક નરોત્તમ સાહુએ આ અંગે જણાવતા કહ્યું કે, ‘ભારતીય સમયાનુસાર આંશિક સૂર્ય ગ્રહણ સવારે આઠ વાગે શરૂ થયો હતો. જ્યારે વલયાકાર સૂર્ય ગ્રહણની અવસ્થા સવારે 9.06 વાગે શરૂ થઈ હતી. સૂર્ય ગ્રહણની વલયાકર અવસ્થા બપોરે 12.29 વાગે પૂરી થઈ હતી. જ્યારે ગ્રહણની આંશિક અવસ્થા સમગ્ર દેશમાંથી બપોરે 1.36 મિનિટે પૂરી થઈ હતી.અમદાવાદની વાત કરીએ તો અમદાવાદમાં સવારે 8 વાગ્યાને 5 મિનિટે સૂર્યગ્રહણની શરૂઆત થઈ હતી જે અઢી કલાક સુધી ચાલ્યું હતુ.

સવારે 9 : 25

સાયન્સસિટીમાં ટેલિસ્કોપની મદદથી બાળકોએ સૂર્યગ્રહણ જોયું

સવારે 10 : 30

અમુક જગ્યાએ ગ્રહણ આગની વીંટી જેવું દેખાયું

આ વર્ષનું છેલ્લું સૂર્યગ્રહણ અમુક જગ્યાએ આગની વીંટી જેવું દેખાયું હતુ. વૈજ્ઞાનિકોએ તેને ‘રિંગ ઓફ ફાયર’નામ આપ્યું છે. આ ગ્રહણમાં માત્ર સૂરજના મધ્ય ભાગ ઉપર જ ચંદ્રની છાયા પડતી હોવાથી સૂર્યનો બહારનો વિસ્તાર પ્રકાશિત રહેશે. શહેરમાં સૂર્યગ્રહણને લીધે 9.25 વાગે સૂર્ય 70 ટકા ઢંાકાયો.

Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
Ahmedabad News - at 925 am the sun was 70 percent covered by the eclipse known as the 39ring of fire39 055032

from Divya Bhaskar https://ift.tt/2MxaJRI

Comments