ACTF ખાતે 27મીથી ઈન્ટર ક્લબ ટેનિસ ટૂર્નામેન્ટ

ટેનિસ રમતા બાળકોની માતાઓએ મોબાઈલ છોડી રમવાનું શરૂ કર્યું, હવે ટૂર્નામેન્ટમાં ઉતરશે

અમદાવાદ સિટી ટેનિસ ફાઉન્ડેશન (એસીટીએફ) ખાતે આજથી ઈન્ટર ક્લબ ટેનિસ ટૂર્નામેન્ટનો પ્રારંભ થશે. જેમાં 32 જેટલી મહિલા ખેલાડીઓ પણ ભાગ લેશે. ટૂર્નામેન્ટમાં રમનારી 32 મહિલાઓમાંથી 20 જેટલી મહિલા માતા છે અને મોટાભાગની ખેલાડીઓની ઉંમર 30 પ્લસ છે. એસીટીએફના હેડ કોચ રણજીતે કહ્યું કે,‘આ મહિલા ખેલાડીઓ પોતાના બાળકોને ટેનિસ કોચિંગ માટે એસીટીએફ લાવતી હતી, ત્યારે કાંતો દીકરાની રમત જોયા કરતી કે, મોબાઇલમાં વ્યસ્ત રહેતી પરંતુ છેલ્લા આઠ મહિનાથી આ માતાઓ પણ ટેનિસમાં રસ લઈને રમવા લાગી છે.

આ ખેલાડીઓમાં એક ન્યૂટ્રિશિયન પલક ચતુર્વેદી પણ સામેલ છે, જેઓ પ્રથમવાર કોઈ સ્પોર્ટ્સમાં નિયમિત રીતે ભાગ લઈ રહ્યાં છે. તેમણે ટેનિસથી કોમ્પિટિટિવ સ્પિરિટ, ફિટનેસ લેવલ અને મેન્ટલ સ્ટ્રેન્થ વધવાના ફાયદાઓ વિશે જણાવ્યું હતું.

અગાઉ યુએસમાં રહી પ્રથમવાર ટેનિસ રમ્યા બાદ નમ્રતા રાવલે આ રમતને અહીં પણ ચાલુ રાખવાનો નિર્ણય લીધો. તેઓ કહે છે કે,‘ફિટનેસ લેવલ હવે એ લેવલે પહોંચી ગયું છે કે કોઈ સવારે 6 વાગે ઉઠાડીને પણ કહે તો ટેનિસ રમવા તૈયાર હોઈશ.’ ઈના શાહે પણ દીકરીને જોઈ રમવાનું શરૂ કર્યું અને 8 કિલો જેટલું વજન ઘટાડ્યું હતું.

(ડાબેથી) હેમિતા મહેતા, પ્રિયંકા પ્રજાપતિ, વૃંદા શાહ, ભૂમિકા પટેલ, શીતલ અમિન, પલક ચતુર્વેદી, નમ્રતા રાવલ, સ્નેહા શાહ. (નીચેની હરોળમાં ડાબેથી) તમન્ના ગુપ્તા, ઈના શાહ અને ભૈરવી શાહ.

અમદાવાદ સિટી ટેનિસ ફાઉન્ડેશન (એસીટીએફ) ખાતે આજથી ઈન્ટર ક્લબ ટેનિસ ટૂર્નામેન્ટનો પ્રારંભ થશે. જેમાં 32 જેટલી મહિલા ખેલાડીઓ પણ ભાગ લેશે. ટૂર્નામેન્ટમાં રમનારી 32 મહિલાઓમાંથી 20 જેટલી મહિલા માતા છે અને મોટાભાગની ખેલાડીઓની ઉંમર 30 પ્લસ છે. એસીટીએફના હેડ કોચ રણજીતે કહ્યું કે,‘આ મહિલા ખેલાડીઓ પોતાના બાળકોને ટેનિસ કોચિંગ માટે એસીટીએફ લાવતી હતી, ત્યારે કાંતો દીકરાની રમત જોયા કરતી કે, મોબાઇલમાં વ્યસ્ત રહેતી પરંતુ છેલ્લા આઠ મહિનાથી આ માતાઓ પણ ટેનિસમાં રસ લઈને રમવા લાગી છે.

આ ખેલાડીઓમાં એક ન્યૂટ્રિશિયન પલક ચતુર્વેદી પણ સામેલ છે, જેઓ પ્રથમવાર કોઈ સ્પોર્ટ્સમાં નિયમિત રીતે ભાગ લઈ રહ્યાં છે. તેમણે ટેનિસથી કોમ્પિટિટિવ સ્પિરિટ, ફિટનેસ લેવલ અને મેન્ટલ સ્ટ્રેન્થ વધવાના ફાયદાઓ વિશે જણાવ્યું હતું.

અગાઉ યુએસમાં રહી પ્રથમવાર ટેનિસ રમ્યા બાદ નમ્રતા રાવલે આ રમતને અહીં પણ ચાલુ રાખવાનો નિર્ણય લીધો. તેઓ કહે છે કે,‘ફિટનેસ લેવલ હવે એ લેવલે પહોંચી ગયું છે કે કોઈ સવારે 6 વાગે ઉઠાડીને પણ કહે તો ટેનિસ રમવા તૈયાર હોઈશ.’ ઈના શાહે પણ દીકરીને જોઈ રમવાનું શરૂ કર્યું અને 8 કિલો જેટલું વજન ઘટાડ્યું હતું.

32 મહિલાઓ ઉતરશે, જેમાંથી 20ના બાળકો ટેનિસ રમે છે

પતિથી ટેનિસ રમવાની વાત છુપાવી

 ‘હું નાના ચિલોડાથી અહીં દીકરાને પ્રેક્ટિસ કરાવવા આવતી ત્યારે મને પણ ટેનિસ રમવાની ઇચ્છા થઈ. મારો દીકરો ત્રણ વર્ષથી રમે છે અને હું છેલ્લા છ મહિનાથી રમી રહી છું. શરૂઆતમાં આ વાત એક મહિના સુધી મારા પતિથી વાત છુપાવી હતી. જ્યારે પતિને ખબર પડી ત્યારે તું થાકી જઈશ તેવું કહીને ના પાડી હતી બાદમાં તેમણે જ મને રમવાની હા પાડી હતી. - ભૂમિકા પટેલ

દીકરા સાથે પોતે પણ શરૂઆત કરી

 ‘હું અહીં 2 વર્ષથી ટેનિસ રમું છું, દીકરો 5 વર્ષનો થતા તેનું અહીં ટેનિસમાં એડમિશન કરાવ્યું, તેની સાથે મેં પણ ટેનિસ રમવાનું શરૂ કર્યું હતું. મેં 3 ટૂર્નામેન્ટમાં ભાગ લીધો છે અને 1 ગોલ્ડ જીતી ચૂકી છું. હું આબુમાં યોજાયેલી મેરેથોનમાં ટોપ-10માં હતી.’ - પ્રિયંકા પ્રજાપતિ

Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
Ahmedabad News - inter club tennis tournament from 27th at actf 055038

from Divya Bhaskar https://ift.tt/39iAhLZ

Comments