મુખ્ય આરોપી ફરાર, જે મિત્રના ઘરે દુષ્કર્મ આચર્યું હતું તેની ધરપકડ
કુબેરનગરમાં ધોરણ 10માં અભ્યાસ કરતી સગીરાની 2018માં આયુષ દક્ષિણ બજરંગ નામના યુવક સાથે મિત્રતા થઇ હતી. દર ગુરુવારે સગીરા સાંઇ બાબાના મંદિરે દર્શન માટે જતી ત્યારે આયુષ પણ ત્યાં આવતો હતો અને બન્ને નંદીગ્રામ સોસાયટીની પાછળ એકાંતમાં બેસતાં હતાં. ત્યારે આયુષ સગીરા સાથે શારીરિક અડપલાં કરતો હતો. 14મી ઓગસ્ટે આયુષ સગીરાને સ્કૂલેથી શાહીબાગ તેમના મિત્ર ધ્રૂવ જાડેજાના રૂમે લઇ ગયો હતો, અને સગીરા સાથે દૂષ્કર્મ ગુજાર્યું હતું. ત્યારબાદ રૂમમાં હાજર આયુષના મિત્ર ધ્રુવે પણ સગીરા સથે દુષ્કર્મ આચર્યું હતું.
બીજા દિવસે સગીરા સ્કૂલે જતી હતી ત્યારે ફરી અાયુષ ત્યાં આવ્યો હતો અને ધમકી આપતા કહ્યું હતું કે, મેં તારો વીડિયો ઉતાર્યો છે. જો કોઇને કહીશ તો વહેતો કરી તને જાનથી મારી નાખીશ. ત્યારબાદ ગત સપ્ટેમ્બરમાં સગીરાના પિતાનું અવસાન થતાં પરિવાર ભાવનગર જતો રહ્યો હતો.
આમ આયુષ સગીરાને બે મહિના સુધી મળ્યો ન હતો. આથી આ વીડિયો તેણે તેના ભાઈને વોટ્સઅપ મારફતે મોકલ્યો હતો. પોલીસ ફરિયાદ બાદ સગીરાના પ્રેમીના મિત્ર ધ્રુવની ગણતરીના કલાકોમાં ધરપકડ કરી લેવામાં આવી છે.
ઓઢવમાં પણ પાડોશીનું સગીરા પર દુષ્કર્મ
ઓઢવમાં રહેતા પરિવારની 15 વર્ષની પુત્રી સોમવારે ઘરની બહાર ગાયને ઘરમાં વધેલું ખાવાનું ખવડાવવા ગઈ હતી, ત્યારે પાડોશમાં રહેતો સની કેવટ નામના યુવકે તેને તેની રૂમમાં લઈ જઈને જબરજસ્તી કરીને તેની પર દુષ્કર્મ કર્યું હતું. ઓઢવ પોલીસ ઈન્સ્પેક્ટર આર,જી,જાડેજાએ સનીના વિરુદ્ધમાં બળાત્કારનો ગુનો દાખલ કર્યો છે, અને તેની શોધખોળ હાથ ધરી છે. સગીરાની શારીરિક તપાસ માટે હોસ્પિટલમાં મોકલવામાં આવી છે.
Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
from Divya Bhaskar https://ift.tt/2tVX1kX
Comments
Post a Comment