ક્લાસિસના ચોથા માળેથી ઝંપલાવી વિદ્યાર્થીનો આપઘાત

નિકોલના અમર જવાન સર્કલ પાસે આવેલા એક ટ્યૂશન ક્લાસિસના ચોથા માળેથઈ ઝંપલાવીને ધો.11 સાયન્સમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીએ આપઘાત કરી લીધો હતો. પોલીસની પ્રાથમિક તપાસમાં વિદ્યાર્થી માનસિક તણાવમાં હોવાનું સામે આવ્યું છે.

નિકોલની રાધે રેસિડેન્સીમાં રહેતો અને ગાયત્રી સ્કુલમાં ધોરણ 11 સાયન્સમાં અભ્યાસ કરતો પરમ બીપીનચંદ્ર જોષી અમરજવાન સર્કલ પાસે એક ક્લાસિસમાં અભ્યાસ કરતો હતો. સાંજે 6થી 7 વાગ્યા સુધી રિસેષ હતી ત્યાર ચોથા માળે આવેલા ક્લાસિસની રોડ સાઇડની બારીમાંથી પરમે ઝંપલાવ્યું હતું. બારીમાંથી કુદકો મારવાની ઘટના ક્લાસિસના સીસીટીવી કેમેરામાં કેદ થઇ ગઇ હતી. ચોથા માળેથી પટકાવાથી તેને માથાને ભાગે ગંભીર ઇજાઓ પહોંચતા તેને તાત્કાલિક અસરથી હોસ્પિટલ ખસેડાયો હતો. સારવાર મળે તે પહેલા જ તેનું મોત થયું હતું.પિતાની ફરિયાદના આધારે પોલીસે કારણ જાણવા તપાસ શરૂ કરી છે.

સંચાલક અને વિદ્યાર્થીઓની પૂછપરછ કરાશે

આ અંગે નિકોલના પીઆઇ એચ.બી.ઝાલાએ કહ્યું કે, સીસીટીવી ફૂટેજની તપાસ કરતાં પરમની હીલચાલ શંકા ઉપજાવે તેવી છે. ચોથા માળે બારીમાં શા માટે ગયો હતો તે જાણવા અન્ય વિદ્યાર્થીઓ તેમજ સંચાલકની પૂછપરછ કરાશે.

નવા નરોડામાં વ્યાજખોરાના ત્રાસથી FB લાઇવ કરી વેપારીનો આપઘાતનો પ્રયાસ

ક્રાઈમ રિપોર્ટર | અમદાવાદ

નવા નરોડામાં રહેતા એક વેપારીને પૈસાની જરૂર હોવાથી રૂ.1 કરોડ વ્યાજે લીધા હતા, ત્યારબાદ વ્યાજખોરો વધારે પડતા વ્યાજની માંગણી કરીને અવારનવાર હેરાન કરતાં તથા પરિવારના સભ્યોને જાનથી મારી નાખવાની ધમકી આપતા હતા જેથી આખરે કંટાળેલા વેપારીએ ફેસબુક પર લાઇવ કરી દવા પીને આપઘાતનો પ્રયાસ કર્યો હતો, જોકે તેમને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ દાખલ કરવામાં આવ્યા છે. આ અંગે વેપારીના પુત્રે કૃષ્ણનગર પોલીસ સ્ટેશનમાં 9 વ્યાજખોરોની સામે ફરિયાદ નોંધાવી છે. ફેસબૂક પર લાઇવ કરેલા વીડિયોમાં વેપારીએ આરોપ લગાવ્યો હતો કે, નવ જેટલા વ્યાજખોરો તેને અને તેમના પરિવારને ધમકી આપી રહ્યા છે.

આ નવ સામે ફરિયાદ

ફર્નિચરના વેપારીના આપઘાતના પ્રયાસના બનાવમાં પુત્રની ફરિયાદના આધારે કૃષ્ણનગર પોલીસે ધનુ ઠાકોર, બિલુ બાદશાહ,છગન દેસાઈ, નારણ દેસાઈ, નારણ દેસાઈ, પંડિત જી, જયેન્દ્રસિંહ ચૌહાણ, નરેન્દ્રસિંહ ચૌહાણ, દિનેશ જીરોત સામે ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી છે.



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
Ahmedabad News - suicide of a student jumping from the fourth floor of the classis 055011


from Divya Bhaskar https://ift.tt/2ZrPE0i

Comments