હિંમતનગર: હિંમતનગરના નવાનગરમાં સ્વખર્ચે બનાવેલા સંપના લોકાર્પણ કાર્યક્રમ દરમિયાન એનઆરસી અને સીએએ મામલે બોલતા અમદાવાદની શાહઆલમની ઘટનાને યાદ કરી નીતિન પટેલે કોમેન્ટ કરી હતી કે, તોફાની તત્ત્વો માટે સરકાર ગંભીરતા દાખવી રહી છે. ઝડપાયેલા આરોપીઓ જેલમાં ગયા ત્યારે હસતાં મોંઢે મીડિયા સામે જતા હતા, પરંતુ હાલમાં તેઓ રિમાન્ડ પર છે અને જ્યારે છૂટશે ત્યારે તેઓ ઘેર જઇને સપ્તાહ સુધી સૂઈ પણ નહીં શકે અને પડખા પણ નહીં ફેરવી શકે.
કોર્પોરેટર શહેજાદખાન પઠાણ સહિત 70 લોકોની ધરપકડ
અત્રે ઉલ્લેખનીય છે કે,ગત 19 ડિસેમ્બરે શાહઆલમમાં સીએએના વિરોધમાં થયેલા પથ્થરમારામાં કોંગ્રેસના સ્થાનિક કોર્પોરેટર શહેજાદખાન પઠાણ સહિત 70 લોકોની ધરપકડ કરાઈ હતી.
Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
from Divya Bhaskar https://ift.tt/37fdLll
Comments
Post a Comment