પ્રસૂતિમાં વધુ લોહી વહી જતાં મહિલાનું મોત, સગાંએ ડોક્ટરનું અપહરણ કરી ગળે છરી મૂકી વીડિયો ઉતાર્યો

એલિસબ્રિજમાં આવેલી એક ખાનગી હોસ્પિટલમાં દાખલ સર્ગભાનું ડિલિવરી દરમિયાન વધુ લોહી વહી જતાં મૃત્યુ થતાં તેના સગાએ હોસ્પિટલમાં તોડફોડ કરવા ઉપરાંત એનેસ્થેશિયા આપનારા ડોકટરનું કારમાં અપહરણ કરી દોઢ કલાક સુધી અલગ અલગ જગ્યાએ ફેરવી ચાકુની અણીએ ડોકટરની બેદરકારીથી જ સર્ગભાનું મોત નીપજ્યું છે તેવા વીડિયો બનાવી ડોકટરને છોડી મૂકયા હતા. આ મામલે ડોકટરે સાત વ્યકિત સામે એલિસબ્રિજ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.

શ્રેયસ ઓવરબ્રિજની નીચે આવેલી નવકાર હોસ્પિટલમાં શાહપુરના રૂખસારબાનું પઠાણને 25 તારીખે મહિલાને દાખલ કરાયા હતા. નવકાર હોસ્પિટલના ડોકટર દર્શનભાઈએ એનેસ્થેટિસ્ટ ડોકટર કલ્પેશ નકુમને એનેસ્થેશિયા આપવા માટે બોલાવ્યા હતા. જ્યારે ડો. ધર્મિષ્ઠાબેન શાહે સિઝેરિયન કર્યું હતું. મહિલાએ દીકરીને જન્મ આપ્યો પરંતુ ઓપરેશન દરમિયાન વધુ લોહી વહી જતા તેની હાલત ગંભીર જણાતા ડો. ધર્મિષ્ઠાબેન અને ડો. નકુમે તેને એસવીપી હોસ્પિટલમાં દાખલ કરવા સાથે ગયા હતા. પરંતુ તેમનું મૃત્યુ થયું હતું. ઘટના વિરોધમાં એએમએ ખાતે 200 ડોક્ટરની મિટિંગ મળી હતી અને શુક્રવારે બંધ પાળવા સહિતના પગલાં પર ચર્ચા થઈ હતી.

મૃતક મહિલા

આ છે દર્દીના અધિકાર

કન્ઝયુમર પ્રોટેક્શન એન્ડ ધ ક્વોલિટી ઇન ધ હેલ્થકેર અંગે 1998માં કાયદો પસરા કરાયો હતો, જેમાં દર્દીનાં મૃત્યુ કે ખોટી સારવારનાં કેસમાં દર્દીના અધિકારો અપાયા છે.

શું સારવાર કરવાની છે તેની માહિતી જાણવાનો અધિકાર

સારવારના મેડિકલ રેકોર્ડ મેળવવાનો અધિકાર

ખોટી સારવાર કે મૃત્યુના કેસમાં પોલીસ કે કોર્ટમાં ફરિયાદનો-પોસ્ટ મોર્ટમ રિપોર્ટને મેળવવાનો અધિકાર

લેડી ડોક્ટર અને એનેસ્થેટિસ્ટ દર્દીની સાથે SVP ગયા હોવા છતાં સગાંનો હુમલો

હોસ્પિટલમાં માર્યા.

ડોક્ટર પર પોલીસનો ફોન આવ્યો તો જુઠ્ઠું બોલવાની ફરજ પાડી

ડો. કલ્પેશ નકુમનું અપહરણ કરી અલગ અલગ સ્થળે લઈ જઈ વીડિયો ઉતાર્યા હતા. દરમિયાન ડો.નકુમના ફોન પર પોલીસનો ફોન આવતા આ લોકોએ તેમને કહ્યંુ હતું કે, પોલીસને ફોન પર એમ કહો કે તને વિકટોરિયા ઉતારી દીધો છે. ત્યારબાદ રાતના સાડા અગિયાર વાગે તેમને રિક્ષામાં બેસાડી નારોલ સર્કલ પાસે ઉતારી દેવામાં આવ્યા હતા.જ્યારે પોલીસને ફોન કરતા તેમને પોલીસ લઈને આવી હતી.

ડોકટર સાથે આવો વ્યવહાર થાય તો સારવાર કરતા પણ ખચકાશે

ડો.નકુમના અપહરણ પછી ડો. વિસ્મિત જોષીપુરાએ કહ્યું, ડોકટર પૂરેપૂરી તાકાત લગાવી દર્દીને બચાવવા પ્રયાસ કરે છે. પરંતુ આ પ્રકારની ઘટનાથી કોઈ ડોકટર ગંભીર દર્દીની સારવાર કરવાની જવાબદારી લેશે નહીં. સમાજે આ બાબત સમજવા જેવી છે. જો આવું જ બનતું રહેશે તો આગામી સમયમાં સમાજને તેના માઠા પરિણામો મળી શકે છે. ડોકટરો પ્રેક્ટિસ છોડી અન્ય કામ કરવા સક્ષમ છે.

માર માર્યા પછી ડોક્ટરને હોસ્પિટલમાંથી નીચે લાવી ઢસડી ગયા.

આમ ચાલ્યું તો ડોક્ટરો ઈમરજન્સી કેસ લેવાનું બંધ કરશે

જે ડોકટર તમારા સગાને બચાવે છે તેનું અપહરણ કરીને માર મારવો અને મારી નાંખવાની ધમકી આપવી તે ગુંડાગીરી કહેવાય. એનેસ્થેટિસ્ટ અને ગાયનેકે દર્દીને બચાવવા પૂરતા પ્રયત્નો કર્યા છે. આવું જ ચાલશે તો ડોકટરો શનિ-રવિવારે ઇમરજન્સી, કોમ્પલિકેટેડ કેસ લેવાનું બંધ કરશે? આ ઘટનામાં ભોગ ડોક્ટર બન્યા છતાં ઇલેક્ટ્રોનિક મીડિયાએ ડોકટરને માર મારતા ફૂટેજ બતાવ્યા. ડો. રસેશ દીવાન, સિનિયર એનેસ્થેટિસ્ટ

બળજબરીથી કારમાં બેસાડી દોઢ કલાક જુદા જુદા સ્થળે ફેરવ્યા .

ડોક્ટરના અપહરણનો પહેલો કિસ્સો, દોષિતોને સજા કરો

વકીલ કેસ હારી જાય તો તેને કોઇ મારવા જતું નથી. પરંતુ દર્દીને મોતના મુખમાંથી બચાવનાર ડોકટર પર છાશવારે હુમલા થાય છે. દર્દીનું મોત થતાં પ્રથમવાર કોઇ ડોકટરનું અપહરણ થયું છે. જેને અમે વખોડીએ છીએ.દોષિતો સામે ફાસ્ટ ટ્રેકમાં કેસ ચલાવી ઝડપથી સજાની સાથે ડોકટરોની સુરક્ષા વધારવા પોલીસ કમિશનર અને આરોગ્ય વિભાગમાં પણ રજૂઆત કરીશું. ડો. મોનાબેન દેસાઇ, પ્રેસિડેન્ટ- અમદાવાદ મેડિકલ એસો.

હુમલાથી ડોક્ટર-દર્દી વચ્ચેના સંબંધની કડી તૂટી જશે

કોમ્પિલકેટેડ કેસમાં કોઇ ડોકટર હિંમત કરીને દર્દીની સારવાર કરશે નહિ. સરકાર અને સમાજે જાગૃત થઇને દાખલો બેસે તેવા પગલાં લેવા પડશે. દરેક પ્રસૃતિનાં કેસમાં આવી ઘટના બને છે, પણ ડોકટર પર ભરોસો રાખવો જ પડે. આવી ઘટનાઓ બનશે તો ડોકટર કોમ્પલીકેટેડ કેસમાં સારવાર નહિ કરે તો દર્દીને જ નુકસાન થશે, તેમજ ડોકટર-દર્દી વચ્ચે સંબંધની કડી જ તૂટી જશે. ડો. જિજ્ઞેશ શાહ, ભુતપૂર્વ ઉપપ્રમુખ-અમદાવાદ મેડિકલ એસોસિએશન

દાણીલીમડા પાસે ડોક્ટરના ગળે છરી મૂકી વીડિયો બનાવ્યો.

ડોક્ટર પાસે તેમની ભૂલ હોવાનુું કબૂલાવી છોડ્યા.

ગળે છરી મૂકી એનેસ્થેટિસ્ટ પાસે કબૂલાત કરાવી કે મોત એનેસ્થેશિયાથી થયું હતું

તબીબી આલમમાં ભભૂકતો રોષ,બંધ પાળવા વિચારણા

ડોક્ટરની આપવીતી

ચપ્પુની અણીએ કારમાં ઉઠાવી જઈ માર મારતાં મારી આંખમાં હેમરેજ થયું

અપહરણનો ભોગ બનનારા એનેસ્થેટિસ્ટ ડો. કલ્પેશ નકુમની વ્યથા તેમના શબ્દોમાં

બુધવારે સાંજે મહિલાને નવકાર મેટરનિટી હોસ્પિટલમાં લવાઇ હતી, ડો. ધર્મિષ્ઠા શાહ અને મેં મહિલાને સિઝરથી સફળ પ્રસૂતિ કરાવી, પણ ઘણાં કેસમાં જોવા મળતી પોસ્ટ પાર્ટમ હેમરેજની (પીપીએચ)તકલીફથી રક્તસ્ત્રાવ થયો. જેથી મહિલાને એસવીપી હોસ્પિટલ ખાતે હું અને ડોક્ટર ધર્મિષ્ઠા શાહ 108માં લઈ ગયા હતા.

પરંતુ, એસવીપીમાં સારવાર દરમિયાન મહિલાનું મોત થયું હતું. નવકાર હોસ્પિટલમાં બીજી મહિલાની પ્રસૂતિ કરવાની હોવાથી હું ત્યાં બેઠો હતો. આ દરમિયાન 3થી 4 લોકો હોસ્પિટલમાં આવીને તોડફોડ કરી. અમે 100 નંબર પર ફોન કર્યો પણ પોણા કલાક સુધી આવી નહીં. દર્દીના સગાં મને પકડીને માર મારતા નીચે લઇ ગયા જેમાં મારા ચશ્માં પડી ગયા અને ડાબી આંખમાં હેમરેજ થતાં દેખાતું નથી. દર્દીના સગાં મને કારમાં ભૂદરપુરાથી દાણીલીમડા એક જગ્યાએ લઇ ગયા અને માર મારી, અને ગળા પર ચપ્પુ મૂકીને કહ્યું કે અમે કહી તેમ બોલ નહીં તો મારીને ફેંકી દઇશું. ફરીથી માર માર્યા બાદ બેથી ત્રણ વીડિયો બનાવ્યાં. ત્યાંથી કાર વટવા પાસે લઇ ગયા અને ત્યાં મને છોડી મૂક્યો.



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
Ahmedabad News - more bloodshed in maternity woman killed relative abducted doctor 055041
Ahmedabad News - more bloodshed in maternity woman killed relative abducted doctor 055041
Ahmedabad News - more bloodshed in maternity woman killed relative abducted doctor 055041
Ahmedabad News - more bloodshed in maternity woman killed relative abducted doctor 055041
Ahmedabad News - more bloodshed in maternity woman killed relative abducted doctor 055041
Ahmedabad News - more bloodshed in maternity woman killed relative abducted doctor 055041
Ahmedabad News - more bloodshed in maternity woman killed relative abducted doctor 055041
Ahmedabad News - more bloodshed in maternity woman killed relative abducted doctor 055041
Ahmedabad News - more bloodshed in maternity woman killed relative abducted doctor 055041
Ahmedabad News - more bloodshed in maternity woman killed relative abducted doctor 055041


from Divya Bhaskar https://ift.tt/34Yg0be

Comments