હવે યુપીએસસી રેલવેની ભરતી પરીક્ષા લેશે

રેલવે ભરતી બોર્ડ માટે હવે યુપીએસસી પરીક્ષાનું આયોજન કરશે. રેલવે બોર્ડના અધ્યક્ષ વી. કે. યાદવે કહ્યું કે, રેલવેમાં તમામ નવી ભરતીઓ યુપીએસસીની સિવિલ સર્વિસીસ એક્ઝામની જેમ 5 સ્પેશિયાલિટીઝ અંતર્ગત થશે. આ પાંચ વિશેષતામાંથી ટેક્નિકલની 4 સિવિલ, મિકેનિકલ, ટેલિકોમ, ઇલેક્ટ્રિકલ અને એક નોન ટેકનિકલનો સમાવેશ થાય છે. નોન ટેકનિકલમાં એકાઉન્ટ્સ, પર્સનલ અને ટ્રાફિક માટેની નિમણૂકો થશે. યાદવે કહ્યું કે, ‘આ માટે વિગતવાર ફોર્મેટ તૈયાર કરાશે. યુપીએસસીના ઉમેદવારની જેમ રેલવેમાં નોકરી કરવા ઇચ્છતા ઉમેદવારોએ પ્રીલિમ એક્ઝામમાં હાજર રહેવું પડશે. પહેલી બેચની ભરતી 2021માં થશે.



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today


from Divya Bhaskar https://ift.tt/2F1Ey8W

Comments