‘જે વર્ષે નવીનતાની રંગોળી પુરાય તે વર્ષ આપણા માટે નવું સમજવું’

જીવનમાં જે વર્ષે નવીનતાની રંગોળી પુરાય તે વર્ષ આપણા માટે નવું તેમ જૈનાચાર્ય હેમચંદ્રસૂરિશ્વરજી મ.સા.એ કહ્યું છે. નવા વર્ષ પર પોતાના પ્રવચનમાં તેમણે જણાવ્યું કે, નવા વર્ષનો પ્રારંભ થઈ રહ્યો છે. જીવનમાં કંઈક નવું સર્જન થાય, સુધારો થાય, પરિવર્તન થાય તો આ વર્ષ આપણા માટે ‘નવું’ કહેવાય. બાકી એ જ રૂટિન, એ જ રફ્તાર, એ જ જીવનશૈલી રગસિયા ગાડાની જેમ ચાલતી હોય તો ‘નવું વર્ષ’ શેનું? માત્ર કેલેન્ડરનો ડટ્ટો પૂરો થવાથી કે નવો ડટ્ટો શરૂ થવાથી વર્ષ નવું થઈ જતું નથી. જીવનમાં કંઈક નવી શુભ શરૂઆત થાય તે નવું વર્ષ.

ગુજરી ગયેલા એક ભાઈ માટે કોઈકે પૂછ્યું, ‘એ કેટલું જીવ્યા.’ મિત્રએ કહ્યું, ‘70 વર્ષ.’ તેમને ઓળખતા એ ભાઈએ કહ્યું, ‘તેઓ 70 વર્ષ નથી જીવ્યા, પણ એકનું એક વર્ષ 70 વાર જીવ્યા છે.’ આ હકીકત બધા માટે એક સરખી છે. ચંદ્ર, સૂર્ય એનાં એ જ હોય. દિવસ-રાત એનાં એ જ હોય, આપણો સ્વભાવ અને જીવનશૈલી એનાં એ જ હોય તો નવું શું? જીવનમાં જે વર્ષે નવીનતાની રંગોળીઓ પુરાય તે વર્ષ આપણા માટે નવું. દુર્ગુણો ઘટી સદગુણો વધે, નકારાત્મકતા ઘટી સકારાત્મકતા વધે, દુષ્કૃત્યો ઘટી સત્કૃત્યો વધે, સ્વાર્થ ઘટી પરાર્થ વધે, મોહવાસના ઘટી શુદ્ધિ-પવિત્રતા વધે તે વર્ષ, તે દિવસ, તે પળ આપણા માટે નવીનતાસભર છે.



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
Ahmedabad News - 39the year of rangoli proof of innovation new year for us39 055017


from Divya Bhaskar https://ift.tt/39wYLBh

Comments