ચિન્મય મિશનમાં બાળકોનો દીક્ષાંત સમારોહ યોજાયો

ઇસરોની સામે આવેલા ચિન્મય મિશનના પરમધામ મંદિરમાં 1થી 16 વર્ષનાં બાળકોનો દીક્ષાંત સમારોહ યોજાયો હતો, જેમાં આખા વર્ષ દરમિયાન સૌથી નિયમિત રીતે બાલવિહારમાં આવતાં બાળકો અને આગળના ક્લાસમાં જતાં બાળકોને ખાસ સર્ટિફિકેટ આપીને પ્રોત્સાહિત કરાયા હતા. સ્વામી અવ્યયાનંદજીના હસ્તે 55 બાળકોને સર્ટિફિકેટ અપાયા હતા. આ સાથે જ શિશુવિહારનાં 1થી 4 વર્ષનાં બાળકો અને તેમનાં માતાપિતાએ સુંદર એક્શન ગીતો રજૂ કર્યાં હતાં. સાથોસાથ જુદા જુદા વર્ગનાં બાળકોએ દશાવતાર, વાલ્મકિ ઋષિની કથા, વેદ અને ગીતાના શ્લોકોનું ગાન રજૂ કર્યું હતું. વર્ષ 2019માં 200થી વધુ બાળકો બાલવિહારમાં જોડાયાં હતાં.



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today


from Divya Bhaskar https://ift.tt/2ruULjD

Comments