પીરાણા પાસેના ગોડાઉનમાંથી બોર્ડ પરીક્ષાની ઉત્તરવહી મળી

એજ્યુકેશન રિપોર્ટર | અમદાવાદ

પીરાણા પાસેના એક ખાનગી ગોડાઉનમાંથી બોર્ડના ધો.10 અને 12ના પેપરની જવાબવહી મળી આ‌વતા વિવાદ થયો હતો. પસ્તીમાં 2019ના વર્ષના જવાબ પેપરોની સાથે 12 વિજ્ઞાન પ્રવાહની ગુજકેટની પરીક્ષાના જવાબ પેપરો પણ જોવા મળ્યા હતા. બોર્ડેના ચેરમેને સમગ્ર મુદ્દે નિયમાનુસાર કાર્યવાહી થઇ હોવાનું જણાવી કોન્ટ્રાક્ટર પર કોઇ જ પગલાં નહીં લેવાનું જણાવ્યું હતું.

પીરાણાના ગોડાઉનમાં બોર્ડની ધો.10 અને 12ની પરીક્ષાના જવાબ પેપરો, પરીક્ષા સાહિત્ય અને ખાખી સ્ટિકર સહિતની સામગ્રી મળી હતી. લોકોનો આક્ષેપ હતો કે, બોર્ડે પેપરને કચરામાં નાખી દીધા હતા. પેપરનો નાશ કરવા માટે બોર્ડે જે પદ્ધતિ અપનાવવા માટે નિયમો બનાવ્યા છે, જેનું કોન્ટ્રાક્ટરે પાલન કર્યું નથી. પરંતુ બોર્ડે કોઇ જ પગલાં લીધાં નથી. આ અંગે ગોડાઉન માલિક અને બોર્ડમાંથી પેપરની પસ્તી લેનારા કોન્ટ્રાક્ટર દિલાવર મોગરે જણાવ્યું હતું કે, સાત દિવસ પહેલા નિયમ મુજ્બ પસ્તી ઉઠાવી હતી.

કોન્ટ્રાક્ટર સામે કોઈ પગલાં નહીં લેવાય

 પરિણામના ત્રણ મહિના બાદ પેપરનો નાશ થાય છે. સાત દિવસ પહેલા નિયમ પ્રમાણે જવાબવહી પસ્તીમાં આપી હતી. જવાબવહી ગોડાઉનમાં જ છે અને તેનાથી કોઇ જ વિદ્યાર્થીને નુકસાન થયું નથી. કોન્ટ્રાક્ટર સામે કોઇ પગલાં લેવાશે નહીં. એ.જે શાહ, બોર્ડ ચેરમેન



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today


from Divya Bhaskar https://ift.tt/2MH0fzi

Comments