સાણંદમાં આજથી શિક્ષકોનો બદલી કેમ્ય યોજાશે

એજ્યુકેશન રિપોર્ટર | અમદાવાદ

સાણંદની મોડલ સ્કૂલમાં આજથી ત્રણ દિવસ માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક સ્કૂલોના શિક્ષકો માટે રાજ્ય કક્ષાનો બદલી કેમ્પ યોજાશે. સરકારી અધિકારીઓ પહેલી વાર આ બદલી કેમ્પ સંપૂર્ણપણે પારદર્શિત હોવાનો દાવો થઈ રહ્યો છે. બદલી માટે શિક્ષકોની સિનિયોરિટી, તેમનાં પરિણામો ધ્યાને લેવાશે. શિક્ષકોની બદલી કેમ્પમાં પારદર્શિતા રહે તે માટે સ્થળ પર વિષય પ્રમાણે ટેબલની વ્યવસ્થા કરાશે, જેમાં વિષય પ્રમાણે તેમને ટેબર પર રજિસ્ટ્રેશન કરવાનું રહેશે. જ્યાંથી તેમને આઇ કાર્ડ ફાળવવામાં આવશે. ત્યાર બાદ દરેક શિક્ષકોને ફાળવેલા રૂમમાં મોકલાશે. બદલી માટે 8 રૂમ તૈયાર કરાયા છે. જ્યાં તેઓ વર્ગ-1, 2ના અધિકારીઓ સામે સ્કૂલ પસંદ કરીને સંમતિ આપશે.



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today


from Divya Bhaskar https://ift.tt/2ZI2NCh

Comments