બોગસ બિલિંગ કૌભાંડનો મુખ્ય સૂત્રધાર ઝડપાયો

સ્ટેટ જીએસટી વિભાગે બોગસ બિલિંગ કૌભાંડના આરોપી આલ્ફા એન્ટરપ્રાઇઝ તથા અન્ય 26 કેસોમાં સ્થળ તપાસ હાથ ધરાઈ હતી. જેમાં સંખ્યાબંધ પેઢીઓ પરેશ ચૌહાણ ઓપરેટ કરતો હોવાનું બહાર આવ્યું હતું.

પરેશ ચૌહાણે વેટમાં 36 અને જીએસટીમાં 36 બોગસ કંપની બનાવીને માલની લેવડ દેવડ વગર બિલ ઇશ્યૂ કરી 427.28 કરોડના બોગસ બિલિંગથી 60.73 કરોડની આઇટીસી મેળવી લીધી હતી. જીએસટીના ઉચ્ચ અધિકારી ચેતન ત્રિવેદીના જણાવ્યા અનુસાર પરેશ ચૌહાણ દરોડાના દિવસથી નાસતો ફરતો હતો પરંતુ 30 ડિસેમ્બરના રોજ મેટ્રો કોર્ટની બહાર આવતા તેને જીએસટીની અન્વેષણ વિંગે ઝડપી પાડ્યો હતો.



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today


from Divya Bhaskar https://ift.tt/37prPsD

Comments