સીજી રોડ | અમદાવાદીઓને ચાલવા વધુ સ્પેસ મળશે

પરિમલ અંડરપાસથી શરૂ કરી સ્ટેડિયમ અંડરપાસ સુધીના 3 કિલોમીટરની લંબાઈનો સીજી રોડ 20 વર્ષ પછી 33 કરોડના ખર્ચે રી-ડેવલપ કરાઈ રહ્યો છે. જાન્યુઆરીમાં તમામ કામગીરી પૂરી થશે. જોકે, રી-ડેવલપમેન્ટ પછી રોડની લંબાઈ કે પહોળાઈમાં સહેજપણ ફેરફાર થશે નહીં, પરંતુ રાહદારીઓને ચાલવા માટે વધુ સ્પેસ રાખવામાં આવી છે.

લો-ગાર્ડન હેપી સ્ટ્રીટ | જૂની રોનક નવા સ્વરૂપે પાછી આવશે

20 વર્ષે રી-ડેવલપમેન્ટ

લો ગાર્ડન હેપી સ્ટ્રીટ જાન્યુઆરીથી શરૂ કરાશે. અહીં લોકોને પાર્કિંગની સુવિધા મળી રહેશે. સાંજે અહીં નક્કી કરાયેલી મોબાઈલ ફૂડવાન જ ઊભી રહેશે. મ્યુનિ.એ નક્કી કરેલી ડિઝાઈન પ્રમાણેની જ ફૂડવાન નક્કી કરેલા વેન્ડર્સને લાવવાની રહેશે. 320 મીટરના રોડને કલ્ચરલ સહિતના અન્ય કાર્યક્રમો કરવા માટે ભાડે પણ લઈ શકાશે. જો કે, આ અંગેની નીતિ બનાવાશે, અહીં ત્રણ દરવાજા જેવી હેરિટેજ વોલ બનાવાશે જેમાં લોકો બેસી પણ શકશે. 32 જેટલી ફૂડવાન અહીં ઊભી રાખવા માટે મ્યુનિ.એ ટેન્ડર મંજૂર કર્યા છે.



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
Ahmedabad News - cg road ahmedabad will get more walking space 055032
Ahmedabad News - cg road ahmedabad will get more walking space 055032


from Divya Bhaskar https://ift.tt/37qQvRu

Comments