પરિણીતાએ તેની ફરિયાદમાં એવી આક્ષેપો કર્યા છે કે, જાન્યુઆરી 2019માં મણિનગરમાં રહેતા યુવક સાથે તેનાં લગ્ન થયાં હતાં. લગ્નના થોડા મહિના સુધી સાસરિયાએ પરિણીતાને સારી રીતે રાખી હતી, પરંતુ થોડા દિવસો બાદ તું પિયરમાંથી દહેજમાં કંઈ લાવી નથી તેમ કહીને મહેણા ટોણા મારીને ત્રાસ આપતા હતા.
દરમિયાન સાસુ, સસરા, બે નંણદ, દિયર અવાર નવાર પતિની ચઢામણી કરીને દહેજની માંગણી કરાવતા જેથી પતિ અવારનવાર પરિણીતા સાથે મારઝૂડ કરતો હતો. દરમિયાન તે ગર્ભવતી બની હતી, ત્યારથી જ સાસરિયાઓ તેની પાસે દીકરાની અપેક્ષા રાખતા હતા.
જોકે દીકરાને બદલે દીકરીનો જન્મ થતાં પરણિતાને મેણાટોણા મારીને છોકરી સાથે ઘરમાંથી કાઢી મૂકી હતી, આથી તંગ આવેલી પરિણીતાએ ઈસનપુર પોલીસ સ્ટેશનમાં પતિ, સાસુ, સસરા, બે નંણદ તથા દિયરના વિરુદ્ધમાં ફરિયાદ નોંધાવી છે.
Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
from Divya Bhaskar https://ift.tt/2MCjWrU
Comments
Post a Comment