જ્યારે 31 મી ડિસેમ્બરે શહેરમાં દારુ ઘુસતો રોકવા માટે પોલીસે છેલ્લા 3 દિવસથી શહેરના તમામ એન્ટ્રી - એકઝીટ પોઈન્ટ તેમજ મહત્વના રસ્તાઓ ઉપર વાહન ચેકીંગ શરુ કર્યુ હતુ. જેમાં સોમવારે રાતે પોલીસે શહેરમાંથી દારૂ પીધેલી હાલતમાં 300ની ધરપકડ કરી હતી. જેમાં ઔડી, બીએમડબલ્યુ, મર્સિડિઝ સહિતની વૈભવી ગાડીઓમાં દારૂ પીને નીકળેલા નબીરા પકડાયા હતા.
જો કે આ વર્ષે 31 મી ડિસેમ્બરે રાતે સૌથી વધારે ભીડ સિંધુ ભવન રોડ ઉપર જોવા મળી હતી. જ્યાં ભેગા થયેલા લોકોએ રાતે 12 વાગ્યે ફડાકડા ફોડીને તેમજ આતશબાજી કરીને નવા વર્ષની ઉજવણી કરી હતી. સીજી રોડ, જજીસ બંગલા રોડ તેમજ એસજી હાઈવે ઉપર પણ ફટાકડા ફોડીને તેમજ આતશબાજી કરીને નવા વર્ષની ઉજવણી કરવામાં આવી હતી.
જ્યારે 31 ડિસેમ્બરેને ધ્યાનમાં રાખીને સીજી રોડ સાંજે 6 વાગ્યા થી વાહન ચાલકો માટે બંધ કરી દેવાયો હતો. જ્યારે એસજી હાઈવે રાતે 8 વાગ્યા થી ભારે અને અતિ ભારે વાહનો માટે બંધ કરી દેવાયો હતો.
ચાંદખેડામાં પિતા-પુત્ર દારૂ સાથે પકડાયા
ચાંદખેડા અશોક વિહાર સર્કલ પાસે આવેલા સંસ્કૃત ફલેટમાં ચાંદખેડા પોલીસે દરોડો પાડીને વિદેશી દારુની 29 બોટલ(કિંમત રૂ. 26,100) સાથે હિતેશ ઉર્ફે લાલો દિલિપભાઇ બારોટ(22) અને તેના પિતા દિલિપભાઇ કાંતિલાલ બારોટ(60) ને ઝડપી લીધા હતા.
Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
from Divya Bhaskar https://ift.tt/2ZLyCKD
Comments
Post a Comment