બાર કાઉન્સિલમાં વેલ્ફેર સ્કીમની ફી ભરવાનો કાલે છેલ્લો દિવસ

બાર કાઉન્સિલ ઓફ ગુજરાતમાં વેલ્ફેર ફંડ સ્કીમની રિન્યૂઅલ ફી ભરવાની છેલ્લી તારીખ 31 ડિસેમ્બર કરાઈ છે. આ મુદત બાદ જો કોઇ બાકી રહી ગયેલા ધારાશાસ્ત્રીઓ ફી ભરવા માગતા હોય તો તેમને પેનલ્ટી ભરવાની રહેશે.

શનિવારે બાર કાઉન્સિલ ઓફ ગુજરાતની બેઠક મળી હતી. બાર કાઉન્સિલના ચેરમેન સી.કે.પટેલ અને અનિલ કેલ્લાએ જણાવ્યું હતું કે, રાજ્યના ધારાશાસ્ત્રીઓને માંદગી સહાય અને તેમના મૃત્યુ બાદ તેમના પરિવાજનોને મૃત્યુ સહાય વેલ્ફેર ફંડ સ્કીમ હેઠળ અપાઈ છે. વેલ્ફેર સ્કીમમાં નોંધાયેલા ધારાશાસ્ત્રીઓએ દર વર્ષે રિન્યૂઅલ ફી ભરવાની હોય છે. આ વર્ષે દિવાળી અને રાજ્યના 252 બારની ચૂંટણીના કારણે ઘણા બધા ધારાશાસ્ત્રીઓ વેલ્ફેર ફંડની રિન્યૂઅલ ફી ભરી શક્યા નથી. જેના કારણે બાર કાઉન્સિલ દ્વારા ફી ભરવાની મુદતમાં ત્રણ વખત વધારો કરાયો છે, જેની છેલ્લી તારીખ 31 ડિસેમ્બરે રખાઈ છે.

તેમણે વધુમાં જણાવ્યું હતું કે, વેલ્ફેર ફંડ સ્કીમ હેઠળ ધારાશાસ્ત્રીઓના વારસદારોને મૃત્યુ સહાય પેટે રૂ.3.50 લાખ ચૂકવાય છે. તેમજ વિવિધ માંદગી પેટે બાર કાઉન્સિલ ઓફ ઇન્ડિયા અને બાર કાઉન્સિલ ઓફ ગુજરાત દ્વારા પણ વેલ્ફેર ફંડ સ્કીમ હેઠળ રકમ ચૂકવાય છે. વેલ્ફેર ફંડની રિન્યૂઅલ ફી ભરવાની પ્રથમ મુદત 9 સપ્ટેમ્બરે ત્યારબાદ 15 ડિસેમ્બર અને ત્યારબાદ 31 ડિસેમ્બર રખાઈ હતી. બાકી રહી ગયેલા ધારાશાસ્ત્રીઓ 31 ડિસેમ્બર પછી ભરશે તો પેનલ્ટી પેટે રૂ. 250 ભરવાના રહે છે. 1 મહિના પછી ભરનારે પેનલ્ટીના રૂ.500 ભરવાના રહેશે.



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today


from Divya Bhaskar https://ift.tt/2snLomu

Comments