યુનિ.માં કાયમી રજિસ્ટ્રાર માટે આજે ઇન્ટરવ્યૂ

એજ્યુકેશન રિપોર્ટર . અમદાવાદ

ગુજરાત યુનિવર્સિટીમાં કાયમી રજિસ્ટ્રારની નિમણૂક માટે શનિવારે ઇન્ટરવ્યૂ યોજાશે. કાયમી રજિસ્ટ્રારની પોસ્ટ માટે ઇન્ચાર્જ રજિસ્ટ્રાર પીયૂષ પટેલ અને મનોજ ઉપાધ્યાયે કરેલી અરજીને ગ્રાહ્ય રખાઈ છે, જેના અનુસંધાનમાં કુલપતિ, સરકારના અધિકારીઓ સહિતના પદાધિકારીઓની ઉપસ્થિતિમાં ઇન્ટરવ્યુની પ્રક્રિયા હાથ ધરાશે. અગાઉ કાયમી રજિસ્ટ્રારની પોસ્ટ માટે 7 ઉમેદવારે અરજી કરી હતી, જે પૈકીના ચાર ઉમેદવારોની અરજીને માન્ય રખાઈ હતી. બાકી રહેલા ત્રણ ઉમેદવારોની અરજીની સામે વાંધો રજૂ કરતા વધુ એક ઉમેદવારની અરજીને ગેરલાયક ઠેરવાતા બાકી રહેલા બે ઉમેદવારોના ઇન્ટરવ્યુ શનિવારે લેવાશે.



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today


from Divya Bhaskar https://ift.tt/2SxcYs4

Comments