મ્યુનિ. સ્કૂલોમાં શિક્ષકો તમાકુ ખાશે તો કાર્યવાહી

એજ્યુકેશન રિપોર્ટર | અમદાવાદ

મ્યુનિ. સંચાલિત સ્કૂલોના શિક્ષકો જો સ્કૂલ કેમ્પસમાં તમાકુ ખાતા જણાશે તો તેમના પર શિક્ષાત્મક કાર્યવાહી થશે. કેન્દ્રની ગાઇડલાઇન પ્રમાણે સ્કૂલોને તમાકુમુક્ત કરવા જણાવ્યું છે. નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના અધિકારીઓ દ્વારા આ પગલાં લેવાયાં છે.

શાસનાધિકારી એલ.ડી. દેસાઈએ કહ્યું કે, જો શિક્ષકો જ સ્કૂલમાં તમાકુ કે મસાલો ખાતો હોય તો તે વાલીને કે બાળકોને યોગ્ય રીતે સમજાવી ન શકે. ઉપરાંત શિક્ષકો જો સ્કૂલમાં તમાકુ ખાય તો તેની અસર બાળકો પર પણ થાય. હવેથી જો કોઇ શિક્ષક તમાકુ ખાતો ઝડપાશે તો તેની સામે શિક્ષાત્મક કાર્યવાહી કરવામાં આવશે.



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today


from Divya Bhaskar https://ift.tt/354Kl83

Comments