ઘૂંટણની બીમારીથી કંટાળી મહિલાએ આપઘાત કર્યો

અમદાવાદ | મેમનગરમાં વેપારીની પત્નીએ ઘૂંટણની બીમારીથી તંગ આવી જઇ ફ્લેટના ચોથા માળે આવેલા ધાબા પરથી પડતું મૂકી દીધું હતું. પતિ અને દીકરો ઘરમાં હાજર હતા ત્યારે વહેલી સવારે મહિલા ધાબે કુદી જતા મોત નિપજ્યું હતું.

ઓપરેશન કરાવ્યું હોવા છતા સારુ ન થતા વહેલી સવારે ધાબા પર જઇ ચોથા માળેથી ઝંપલાવ્યું

શ્યામસુંદર એવન્યુના ફ્લેટ નંબર - 401 માં રહેતા હેમાબહેન લહેરીભાઇ ભાનુશાળીએ સોમવારે સવારે ફ્લેટના ચોથા માળે આવેલા ધાબા ઉપર જઇને નીચે પડતું મૂકી દીધું હતું. માથા તેમજ શરીરના અન્ય ભાગે ગંભીર ઇજાઓ થવાથી હેમાબહેનનું મોત નિપજ્યું હતું. જ્યારે ઘટનાની જાણ થતા સ્થાનિક રહીશો તેમજ હેમાબહેનના પતિ અને દીકરો દોડી આવ્યા હતા. ઘટનાની જાણ થતા ગુજરાત યુનિ. પોલીસ આવી પહોંચી હતી.

આ અંગે પીઆઈ એચ.એમ.વ્યાસે જણાવ્યું હતુ કે હેમાબહેન પતિ લહેરીભાઇએ પોલીસની તપાસમાં જણાવ્યું હતું કે, તેમના પત્ની હેમાબહેન લાંબા સમયથી ઘૂંટણની બીમારીથી પીડાતાં હતાં.તેમનું ઘૂંટણનું ઓપરેશન પણ કરાવ્યું હતું. તેમ છતાં કોઇ ફરક નહીં પડતા બીમારીથી કંટાળીને હેમાબહેને આત્મહત્યા કરી લીધી હતી. જો કે આત્મહત્યા કરતા પહેલા હેમાબહેને ચિઠ્ઠી કે કોઇ લખાણ લખ્યું ન હતું.



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today


from Divya Bhaskar https://ift.tt/2MK8f2p

Comments