શાહઆલમમાં તોફાન કરનાર છ મહિલા આરોપીના જામીન રદ

શાહઆલમમાં પોલીસ પર હુમલો કરી હુલ્લડ મચાવવાના પ્રકરણમાં એડિ.સેશન્સ જજ વિ.જે. કલોત્રાએ 6 મહિલા આરોપીની જામીન ફગાવ્યા છે. કોર્ટે જામીન અરજી ફગાવતા નોંધ્યું હતું કે, અરજદારો સ્ત્રી છે તેથી તેમને ગુનો કરવાની પરવાનગી આપી શકાય નહીં. આ કિસ્સામાં દયા દાખવવામાં આવે તો પોલીસ પોતાની ફરજ બજાવી ના શકે.

ઇસનપુર પોલીસે પકડેલા મેજબીન શેખ, નજમા છોગાળા, ખેરૂનિશા પઠાણ, માલાબેન ખાન, સકીના શેખ અને પરવીનબાનુ શેખે સેશન્સ કોર્ટમાં જામીન અરજી કરી હતી. જે અરજીનો વિરોધ કરતા મુખ્ય સરકારી વકીલ સુધીર બ્રહ્મભટ્ટે દલીલ કરી હતી કે, આ આરોપીઓની પોલીસને બાનમાં લેવામાં મહત્વની ભૂમિકા હતી આથી જામીન આપવા ન જોઈએ.



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today


from Divya Bhaskar https://ift.tt/2ZuVsWQ

Comments