‘નવા વર્ષની ઉજવણી ભારતીય સંસ્કૃતિ પ્રમાણે જ કરવી જોઈએ’

મણિનગર કુમકુમ શ્રી સ્વામિનારાયણ મંદિરમાં મહંત મહંત શાસ્ત્રી શ્રી આનંદપ્રિયદાસજી સ્વામીની નિશ્રામાં યુવાનો માટે વિશેષ સત્સંગ સભા યોજાઈ હતી. આ પ્રસંગે શાસ્ત્રી હરિકૃષ્ણસ્વરૂપદાસજી સ્વામીએ વચનામૃત ગ્રંથ પર વિવેચન કર્યું હતું.

શ્રી પ્રેમવત્સલદાસજી સ્વામીએ યુવાનોને 31 ડિસેમ્બર આવતી હોવાથી સાવધાન રહેવા માટે ચેતવણી આપી હતી. કુમકુમ મંદિરના સાધુ પ્રેમવત્સલદાસજીના જણાવ્યા અનુસાર, 31 ડિસેમ્બર આવે છે એટલે દેશમાં અને વિદેશમાં તેની ઉજવણી કરવા યુવા પેઢી તૈયાર છે. વર્ષ 2020નો પ્રારંભ થશે માટે તેની ખુશાલી મનાવવી હોય તો, મનાવો, તેની ઉજવણી તમારે કરવી જ હોય તો કરો તેની ના નથી, પણ આપણી ભારતીય સંસ્કૃતિ પ્રમાણે તેની ઉજવણી કરવી જાઈએ.

ઘણા યુવાનો આપણો ધર્મ ચૂકી જાય, દારૂ પીને ઉજવણી કરવી તે યોગ્ય નથી. ઉજવણી સાત્વિક હોવી જોઈએ. ભગવાનને પ્રાર્થના કરવી જાઈએ કે આવનારું નવું વર્ષ સૌનું સુખદાયી નીવડે, પરંતુ દારૂ પીને નાચ ગાન કરવી એ આપણી સંસ્કૃતિ નથી, આ બધું આપણી સંસ્કૃતિથી વિરોધ છે.

શાસ્ત્રોમાં કહ્યું છે કે, દારૂ નહીં પીવો તો હું તમારામાં ઈશ્વરિય ગુણ લાવીશ. જે દારૂ પીવે છે, તેના વ્રતો, યાત્રા નિષ્ફળ જાય છે. દારૂ પીશો, તો પતન થશે. શ્રી સ્વામિનારાયણ ભગવાને કહ્યું કે, દારૂ ક્યારેય ન પીવો,વ્યસનોથી દૂર રહેવું. જે દારૂ પીવે તે અમારો ભક્ત જ નથી.



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today


from Divya Bhaskar https://ift.tt/2MXq12v

Comments