રોડ ક્યારે બન્યો, ફ્રી મેન્ટેનન્સ ક્યાં સુધી તે સાઈટ પર જાહેર કરો

ઓડિટ વિભાગે મ્યુનિ.ના અનેક કામોમાં બિલિંગ અને હિસાબી ભૂલો અંગે કેટલાક નિયમો બનાવવા માટે ભલામણ કરી છે. રસ્તા બન્યા બાદ તેનો ફ્રી મેન્ટેનન્સ સમયગાળો કેટલો તેની વિગતો વેબસાઇટ પર જાહેર કરવા સૂચન કર્યું છે. ખરીદીમાં સ્ટીલ અને સિમેન્ટના ભાવના વેરિએશન આપવાની ટેન્ડરમાં શરત હોય ત્યારે જો કોન્ટ્રાક્ટરને સસ્તું મટીરિયલ મળે તો પ્રાઇઝ વેરિએશન તરીકે રકમ રિકવર કરવી જોઇએ. અલગ અલગ વિભાગના ઓડિટ બાદ અહેવાલમાં અનેક વિસંગતી અને તેના ઉકેલ માટે ભલામણો કરવામાં આવી છે.

ઓિડટ િવભાગે મ્યુનિ.ને કરેલી ભલામણ

12 મહિનામાં પુર્ણ થતાં પ્રોજેક્ટમાં સ્ટીલ-સીમેન્ટની કિંમતોમાં પ્રાઇઝ વેરિએશન ન આપવું જોઇએ.

ઇજનેર વિભાગે દરેક કામની મીઝરમેન્ટ બુક તૈયાર કરી તેને એફએએસ સિસ્ટમ સાથે જોડવું જોઇએ, જેથી પેમેન્ટ કેટલું થયું તે મેચ થઇ શકે.

કામ પૂર્ણ થયા બાદ સમય મર્યાદામાં કોમ્પીશન સર્ટિફિકેટ આપવું જોઇએ. ઇજનેર વિભાગ દ્વારા આ સર્ટિફિકેટ ન અપાતા આખરી બિલ પૂર્ણ થતાં નથી.

જે મટીરિયલ્સમાં વજનને આધારે બિલ આપવાનું હોય ત્યારે તેમાં મટીરિયલ્સની સાથે વજનચિઠ્ઠી જોડવી.



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
Ahmedabad News - when did the road become free how long would it be free maintenance to advertise on that site 055055


from Divya Bhaskar https://ift.tt/2sktGjO

Comments