ઇન્સ્ટાગ્રામ પર યુવતીના મોર્ફ કરેલા ફોટા મૂકનારો ઝડપાયો

રખિયાલમાં ઈન્સ્ટાગ્રામ પર ફેક આઈડી બનાવી યુવતી તથા તેની બહેનપણીના ફોટોને મોફર્ડ કરી અપલોડ કરનાર યુવકની સાઈબર ક્રાઈમે ધરપકડ કરી છે. યુવતી સાથે પ્રેમ થઇ ગયા બાદ યુવતી વાત કરતી ન હોતી આટલું જ નહીં વોટ્સઅપ પર તેને બ્લોક કરી દીધો હોવાથી બદલો લેવા તેણે ફોટા અપલોડ કર્યા હતા.

યુવતીની ફરિયાદના આધારે સાઈબર ક્રાઈમે ફેક આઈડી બનાવનાર મોહંમદ આરીઉ હયાતુલ્હા શાહની ધરપકડ કરી હતી. સાઈબર ક્રાઈમે તેની પૂછપરછ કરતા આરોપીએ કહ્યું હતું કે, તેના ઘરની નજીક રહેતી યુવતી તેના દૂરના સગામાં હોવા ઉપરાંત મિત્ર પણ હતી. દરમિયાન યુવતી સાથે પ્રેમ થઇ ગયો હતો પરંતુ યુવતીએ તેને વોટ્સએપ પર બ્લોક કરી દીધો હતો. જેથી ઈન્સ્ટાગ્રામ પર ફેક આઈડી બનાવીને તેના વોટ્સઅપના સ્ટેટસમાં મુકેલા ફોટાના સ્ક્રીન શોટ પાડીને તેને એડીટ કરીને ઈન્સ્ટાગ્રામની ફેક આઈડી પર અપલોડ કરતો હતો.

આ અંગેની જાણ યુવતીને થતા તેણે સાઇબર ક્રાઇમમાં પોલીસ ફરિયાદ કરી હતી. પોલીસે ગણતરીના કલાકોમાં બિભત્સ ફોટા ઇન્સ્ટાગ્રામ પર અપલોડ કરનાર આરોપીની ધરપકડ કરી આગળની કાર્યવાહી કરી છે.



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today


from Divya Bhaskar https://ift.tt/2ZArS21

Comments