ચાંદખેડાના લાપતા વેપારીની લાશ કડીની કેનાલમાંથી મળી

ફર્નિચરના વ્યવસાયમાં દેવું થઈ જતાં ચાર દિવસ અગાઉ ઘરેથી ગુમ થઈ ગયેલા અમદાવાદના ચાંદખેડાના વેપારીની લાશ શનિવારે કડીના રંગપુરડા નજીક નર્મદાની મુખ્ય કેનાલમાંથી મળી આવી હતી. પોલીસે અક્સ્માતે મોતનો ગુનો નોંધી કાગળ ચાંદખેડા પોલીસને મોકલી આપ્યા હતા.

ચાંદખેડા ખાતે ભવાની સેલ્સ ફર્નિચર શોરૂમના માલિક વિજય વર્માને વ્યવસાયમાં દેવું થઈ જતાં તેઓ લેણદારોને લઈ અસ્વસ્થ રહેતા હતા. નાતાલના દિવસે સાંજે તેઓ પ્લેઝર લઈને નીકળી ગયા હતા. જેથી પરિવારે શોધખોળ હાથ ધરી હતી, પરંતુ ન મળી આવતાં ચાંદખેડા પોલીસ મથકે ગુમ થવા અંગે જાણ કરી હતી.

પરિવારજનોને શોધખોળમાં કોબા સર્કલ પાસેથી પ્લેઝર મળ્યું હતું. જેથી નર્મદા કેનાલમાં શોધખોળ કરી હતી. ત્યારે કડીના રંગપુરડા નજીક પસાર થતી સૌરાષ્ટ્ર તરફની મુખ્ય કેનાલમાં શુક્રવારે મોડી સાંજે તેમની લાશ મળી હતી.

વેપારીના ઘરમાંથી સુસાઈડ નોટ મળી

અમદાવાદના ફર્નિચરના વેપારીને ધંધામાં દેવું થઈ જતાં ગુમ થઈ ગયા બાદ પરિવારજનોને તેમના ઘરમાં તપાસ કરતાં તેમના થેલામાંથી હિંદીમાં લખેલી સ્યુસાઈડ નોટ મળી હોવાનું પોલીસે જણાવ્યું હતું.



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today


from Divya Bhaskar https://ift.tt/2Szpzed

Comments