કોંગ્રેસે ગાંધીનગરથી ડિજિટલ સદસ્યતા અભિયાન શરૂ કર્યું

ગાંધીનગર | ગુજરાતમાં લોકસભામાં એકપણ સીટ નહીં મેળવનાર કોંગ્રેસને વિધાનસભાની પેટા ચૂંટણીમાં ત્રણ બેઠકો મળ્યા બાદ હવે સંગઠનાત્મક ફેરફાર સાથે કોંગ્રેસે નવા સભ્યોને જોડવા માટે અભિયાન શરૂ કર્યું છે. ડિજીટલ સદસ્યતા નોંધણી અભિયાનના પાયલોટ પ્રોજેક્ટની શરૂઆત કોંગ્રેસના 135માં સ્થાપના દિનેતે ગાંધીનગરથી કરાઈ હતી જે હવે અન્ય રાજ્યોમાં અમલી બનશે.

પ્રભારી રાજીવ સાતવે કાર્યકરોને કહ્યું, જે કામ કરશે તેમને પદ મળશે, જે લોકો નેતાની આગળપાછળ ફરે છે તે હોદ્દો ભૂલી જાય

જાન્યુઆરીમાં પ્રદેશ કોંગ્રેસનું નવું સંગઠન માળખું જાહેર થવાનું છે ત્યારે સદસ્યતા અભિયાનનો પ્રારંભ કરાવતા પ્રદેશ પ્રભારી રાજીવ સાતવે કાર્યકરો સમક્ષ સ્પષ્ટ કર્યું હતું કે જે કામ કરશે તેમને પદ મળશે. જે લોકો નેતાઓની આગળ-પાછળ ફરે છે તેઓ હોદ્દો ભૂલી જાય. સાતવે કહ્યું કે આગામી વર્ષ 2022માં ગુજરાત વિધાનસભાની ચૂંટણી વખતે રાહુલ ગાંધી મહત્તમ સમય ગુજરાતમાં રહેશે કેમકે તેમને ગુજરાતમાંથી ઘણો પ્રેમ મળ્યો છે. દેશમાં કોંગ્રેસની જીતની શરૂઆત ગુજરાતથી થશે.

કોંગ્રેસના 135મા સ્થાપના દિન નિમિત્તે અમદાવાદમાં સંવિધાન બચાવો ભારત બચાવો કૂચ યોજાઇ હતી. આ પ્રસંગે પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાએ કહ્યું કે કોંગ્રેસે હંમેશા રાજનીતિથી ઉપર ઉઠીને દેશને પ્રાધાન્ય આપ્યું છે. આજે દેશમાં સંવિધાનિક સંસ્થાઓનો દૂરૂપયોગ થઇ રહ્યો છે. ધર્મના નામે ભાગલા પાડીને રાજનીતિ થઇ રહી છે.

તમામ આઝાદી ઉપર ભાજપ સરકાર સંવિધાનીક અધિકારોનું હનન કરી રહી છે. જ્યારે પણ ભારતમાં સંવિધાનની રક્ષા, મહિલા, ખેડૂતો, બેરોજગારોને અન્યાયની વાત આવશે ત્યારે કોંગ્રેસનો કાર્યકર પહેલી હરોળમાં ઊભો રહેશે.



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today


from Divya Bhaskar https://ift.tt/2MBNmqc

Comments