ઓન લાઈન ભાડે કાર મગાવી પરત ન કરતા ચાંદખેડમાં ફરિયાદ

ચાંદખેડામાં બે શખસોએ ભેગામળીને લોકાર એપ્લિકેશન ઉપર સેલ્ફ ટ્રાઈવિંગ કરવા માટે ચાંદખેડા બ્રાંચેથી કાર ભાડે લઈને ઓનલાઈન બુકિંગ કરાવીને એડવાન્સ ઓનલાઈન પેમેન્ટ આપીને ત્રણ કાર લઈને નાસી ગયા હતા. આ અંગે કંપનીના વાઈસ પ્રેસિડેન્ટે ચાંદખેડા પોલીસ સ્ટેશનમાં બે શખસોના વિરુદ્ધમાં ફરિયાદ નોંધાવી છે.

જયપુર ખાતે રહેતા અને લાઈફ ઓન વ્હીલ્સ કંપનીમાં વાઈસ પ્રેસિડન્ટ દેવેન્દ્ર સૈનીની ફરિયાદ મુજબ, કંપનીની લોકાર એપ્લિકેશનથી અલગ અલગ તારીખે ઈર્શાદ અજમેરી તથા સંદીપપુરી ગોસ્વામીએ 16 લાખની કીમતની ત્રણ કારનું ઓનલાઈન બુકિંગ કરાવીને એડવાન્સ ઓનલાઈન પેમેન્ટ કર્યું હતું. જેમાં એક કારના રૂ.11 , બીજી કારના રૂ.9 હજાર તથા ત્રીજી કારના રૂ. 5 હજાર મળીને કુલ રૂ. 25 હજારની ઓનલાઈન ચુકવણી કરી ચાંદખેડા બાન્ચથી કાર લઈને આજ સુધી કાર પરત કરી નથી.જેની તેમણે ઠગાઈની ફરિયાદ નોંધાઈ છે.



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today


from Divya Bhaskar https://ift.tt/35gcV6N

Comments