લાંચના આરોપી DySp ભરવાડ સસ્પેન્ડ કરાયા

હથિયારના ગુનાના આરોપીને માર નહીં મારવા બદલ રૂ. 8 લાખની લાંચ લેતા ઝડપાયેલા જેતપુરના ડીવાયએસપી જે. એમ. ભરવાડને રાજ્યના ગૃહ વિભાગે સસ્પેન્ડ કરવાનો આદેશ આપ્યો છે. ફરજ મોકૂફી દરમિયાન તેમનું હેડ ક્વાર્ટર છોટાઉદેપુરમાં પોલીસ અધિક્ષકની કચેરી રહેશે. જેતપુરના તત્કાલીન નાયબ પોલીસ અધિક્ષક જે. એમ. ભરવાડ વિરુદ્ધ રાજકોટ એન્ટી કરપ્શન બ્યુરોએ ગુનો નોંધ્યો હતો. જે. એમ. ભરવાડ વતી પોલીસ કોન્સ્ટેબલ વિશાલ સોનારા જેતપુરમાં હથિયારના ગુનામાં પકડાયેલા આરોપીને માર નહીં મારવા બદલ ધોરાજીની આવકાર હોટેલમાં રૂ. 8 લાખની લાંચ સ્વીકારતો એસીબીના હાથે ઝડપાઈ ગયો હતો.

ભરવાડ વતી લાંચ લેનારા સામે પણ ગુનો

જે. એમ. ભરવાડ વતી લાંચ લેતા ઝડપાયેલા કોન્સ્ટેબલ વિશાલ સોનારાની કારમાંથી એસીબીએ કબજે લીધેલી રોકડ રકમ અંગે પૂછપરછ કરતા તે સંતોષકારક જવાબ આપી શક્યો નહતો. આ પછી સોનારા સામે પણ અપ્રમાણસર મિલકતનો ગુનો નોંધાયો છે.



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today


from Divya Bhaskar https://ift.tt/39xI8po

Comments