EWSના પ્લોટ બદલી દેવાતાં લાભાર્થીઓનું વિરોધ પ્રદર્શન

સોલા-ભાડજમાં ગરીબ આવાસ યોજનાના પ્લોટમાં બારોબાર ફેરફાર કરી દેવાતા લાભાર્થીઓએ ભાડજ હિતરક્ષક સમિતિના નેજા હેઠળ જીવનસાથી પ્લોટથી રેલી યોજી થાળી-વેલણ વગાડી વિરોધ કર્યો હતો.

લાભાર્થીઓએ આક્ષેપ છે કે, પ્લોટમાં ગરીબ આવાસ યોજનાના મકાન બનાવવા માટે ટેન્ડરિંગ પૂર્ણ કરી કામ ચાલુ કરી દેવાયું હતું. પરતું આસપાસના વિસ્તારોમાં અમુક વગદારોના પ્લોટ આવેલા હોવાથી તેમના પ્લોટના ભાવને અસર ન થાય તેટલા માટે મ્યુનિ. અને ટીપી અધિકારીઓ સાથે ભ્રષ્ટાચાર કરી પ્લોટનો હેતુ બદલી નેબર હૂડ સેન્ટર કરી દેવામાં આવ્યો છે.



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
Ahmedabad News - opposition to beneficiaries who changed plot of ews plot 055025


from Divya Bhaskar https://ift.tt/3516YdG

Comments