છેડતીની ફરિયાદની અદાવત રાખીને યુવકે યુવતીનું ફેક FB પ્રોફાઈલ બનાવી

ફેસબુક તથા વોટ્સએપ ઉપર ફેક એકાઉન્ટ બનાવીને યુવતીને બદનામ કરવાના ઈરાદે હેરાન કરીને ફોટા મૂકનાર ધોરણ 10ના વિદ્યાર્થીની સાઈબર ક્રાઈમે ધરપકડ કરી છે.

ગોમતીપુરમાં રહેતી એક યુવતીએ સાઇબર ક્રાઈમમાં ફેસબુક આઈડી તથા વોટ્સએપના માધ્યમથી ફેક એકાઉન્ટ બનાવીને બીભત્સ લખાણવાળા મેસેજ તથા વોટ્સએપ કોલિંગ કરીને કોઈ અજાણ્યો શખસ હેરાન પરેશાન કરતો હતો તેવી ફરિયાદ નોંધાવી હતી, સાઇબર ક્રાઇમની ટીમે તપાસ કરતા બળવંત વાલજીભાઈ મકવાણા (ગોમતીપુર) હોવાનું સામે આવ્યું હતું. યુવકની ધરપકડ કરી તેની પૂછપરછ કરતા જાણવા મળ્યું હતું કે, આ યુવતીએ બળવંત સામે ગોમતીપુર પોલીસ સ્ટેશનમાં છેડતીની ફરિયાદ નોંધાવી હતી, જેની અદાવત રાખીને આ યુવતીનું ફેસબુક અને વોટ્સએપનું ફેક આઈડી બનાવીને તેને બીભત્સ મેસેજ મોકલતો હતો અને યુવતીને બદનામ કરવા બીભત્સ કોમેન્ટ પણ કરતો હતો.



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today


from Divya Bhaskar https://ift.tt/2SEJ1pN

Comments