‘ઈન્ડિયા કી ખોજ’માં મહાત્મા ગાંધીથી લઈને ભારતના આર્કિટેક્ચરલ લેન્ડસ્કેપ્સ, ભારતના ઇતિહાસથી માંડીને બોલિવૂડ ડાન્સ, સમકાલીન સ્ટેન્ડ-અપ કોમેડીથી લઈને શાસ્ત્રીય સંગીત પરંપરાઓ, ઓડિસી ક્લાસિકલ અને લોકનૃત્યથી માંડીને ક્વિઅર મૂવમેન્ટ, પ્રાચીન ભારતમાં વિજ્ઞાનથી લઈને મોડર્ન આર્ટ સુધીના દરેક ક્ષેત્રને એક્સપર્ટ દ્વારા શૈક્ષણિક પ્રવચનો, સાંસ્કૃતિક કાર્યક્રમો, વિવિધ પ્રવૃત્તિઓ દ્વારા ભૂતકાળ અને વર્તમાનના ભારતનું એક વ્યાપક ચિત્ર દેખાડ્યું હતુ.
BRTSમાં મુસાફરી કરી જાણી પબ્લિક ટ્રાન્સપોર્ટેશન સર્વિસ
વિદ્યાર્થીઓએ ગાંધી આશ્રમ, લોથલ, કસ્તુરભાઇ લાલભાઇ મ્યુઝિયમ ઑફ મોડર્ન આર્ટ, માણેક ચોક નાઇટ સ્ટ્રીટ ફૂડ માર્કેટ, આઈઆઈટી ગાંધીનગર પાસેના એક ગામની પણ મુલાકાત લીધી હતી. અમદાવાદની જાહેર પરિવહન બસ બીઆરટીએસનીમાં સવારી કરી હતી. તેઓએ વિશાલામાં પરંપરાગત ગુજરાતી વાનગીઓનો સ્વાદ પણ માણ્યો હતો. આ એક અઠવાડિયા દરમિયાન, વિદ્યાર્થીઓએ ભારત અને તેની સામાજિક, સાંસ્કૃતિક, રાજકીય રચનાઓને જાણી હતી.
Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
from Divya Bhaskar https://ift.tt/2PX4GYL
Comments
Post a Comment