LRD ભરતીના ઠરાવને રદ કરવા રંગોળી દોરી વિરોધ


રાજ્ય સરકારે પ્રાથમિક સ્કૂલમાં ધો. 1થી 8માં ભરતીની ખાતરી ટેટ-1 અને ટેટ-2 પાસ ઉમેદવારોને આપી હતી. ઉમેદવારોના કહ્યા પ્રમાણે શિક્ષણમંત્રીની ખાતરી પછી પણ ભરતીની જાહેરાત હજી સુધી કરાઈ નથી. આથી ટેટ-1 અને ટેટ-2 પાસ ઉમેદવારો 15 જાન્યુઆરી પછી ગાંધીનગરના સત્યાગ્રહ છાવણીમાં ઉપવાસ અને ધરણાં કરશે તેવી જાહેરાત કરી છે.

ટેટ-1ના 21 હજાર અને ટેટ-2ના 47 હજાર ઉમેદવારે દિવાળી પહેલા પ્રાથમિક સ્કૂલમાં ભરતી માટે વારંવાર સરકારને રજૂઆત કરી હતી, જેના પગલે સરકારે રોસ્ટર તૈયાર થયા પછી ભરતીની ખાતરી આપી હતી. ઉમેદવારોને ભરતીની ખાતરી મળતા આંદોલન સમેટી લીધું હતું. આ પછી રોસ્ટર તૈયાર કરવા રાજ્ય સરકારે કામગીરી હાથ ધરી હતી.

રજિસ્ટ્રારની નિમણૂકમાં ફિક્સિંગના આક્ષેપ સાથે ABVPનું શેરી નાટક

એજ્યુકેશન રિપોર્ટર | અમદાવાદ

ગુજરાત યુનિ.માં કાયમી રજિસ્ટ્રારની ઇન્ટરવ્યૂ પ્રક્રિયામાં ફિક્સિંગનો આક્ષેપ કરી એબીવીપીએ રવિવારે શેરી નાટક કરી વિરોધ કર્યો હતો. એબીવીપીના સમર્થ ભટ્ટે કહ્યું કે, કુલપતિ અને તેમના મળતિયાઓએ માત્ર પીયૂષ પટેલનો ઇન્ટરવ્યૂ લઈ નિમણૂક કરવા જઈ રહી છે, જે ગેરકાયદે છે.

એબીવીપીએ એવો આક્ષેપ કર્યો છે કે,‘ આ ઇન્ટરવ્યૂ પહેલેથી જ ફિક્સ હતો, જેના માટે લાયક, સારા ઉમેદવારોની બાદબાકી કરાઈ છે.’



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
Ahmedabad News - rangoli led opposition to cancel lrd recruitment resolution 055035
Ahmedabad News - rangoli led opposition to cancel lrd recruitment resolution 055035
Ahmedabad News - rangoli led opposition to cancel lrd recruitment resolution 055035


from Divya Bhaskar https://ift.tt/37i1mNE

Comments