ફાર્મા સેક્ટરનો ગ્રોથ 10-13%ના દરે વૃદ્ધિ સાધશે

અમદાવાદ| ભારતીય ફાર્માસ્યુટિકલ ઉદ્યોગની વૃદ્ધિ અનેક પડકારો હોવા છતાં પણ 2020-21માં 10 થી 13 ટકા રહેવાની સંભાવના છે તેમ રેટિંગ એજન્સી ઇકરાએ જણાવ્યું છે. આગામી નાણાકીય વર્ષમાં અપેક્ષિત વૃદ્ધિ એ સ્થાનિક વપરાશની મજબૂત માંગ તેમજ આરોગ્યની સંભાળમાં વધારાનો ખર્ચ અને વપરાશને સુધારવા સાથે વૃદ્ધિ સાધશે. ભારતીય ફાર્મા ઉદ્યોગનો મુખ્ય આધાર અમેરિકન માર્કેટ પર પણ નિર્ભર રહ્યો છે. યુ.એસ. માર્કેટ માટે ભાવના દબાણમાં ઘટાડો હાલના ઉત્પાદનો માટે નવા લોંચ અને એકત્રીકરણ લાભો 2020-21માં વૃદ્ધિ તરફ દોરી જશે તેમ જણાવ્યું છે. ઇકરાના વાઇસ પ્રેસિડેન્ટ અને કો-હેડ ગૌરવ જૈને જણાવ્યું કે પહેલા નાણાકીય વર્ષ 2020 દરમિયાન ભારતીય ફાર્માસ્યુટિકલ ઉદ્યોગની વૃદ્ધિ 12.2 ટકાના દરે સ્થિર રહી છે જેના કારણે ક્યુ 2 નાણાકીય વર્ષ 2020 માં ઘરેલુ વૃદ્ધિ વધીને 14.2 ટકા રહેવાનો અંદાજ છે.



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today


from Divya Bhaskar https://ift.tt/2RYyq7b

Comments