ઠંડી ફરી 10 ડિગ્રી થવાની આગાહી

પાકિસ્તાન-જ્મ્મુ-કાશ્મીર પાસે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની સાથે અપરએર સરક્યુલેશન સર્જાયું છે, જેને કારણે રાજ્યમાં ઠંડીનું જોર ઘટ્યું હતું. પરંતુ, ઠંડા પવન અને વાદળિયા વાતાવરણથી અમદાવાદ સહિત રાજ્યમાં ઠંડી વધી હતી. આગામી 24 કલાકમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર ઘટતાં રાજ્યમાં ફરીથી ઠંડીનો રાઉન્ડ શરૂ થવાની શક્યતા છે. આગામી બે દિવસમાં અમદાવાદમાં ફરીથી ઠંડીનો પારો 10 ડિગ્રીની આસપાસ પહોંચવાની શક્યતા છે. મંગળવારે અમદાવાદમાં સવારથી ઠંડા પવનો દિવસ દરમિયાન ચાલુ રહેતાં શહેરમાં ઠંડીનો ચમકારો વધ્યો હતો. અમદાવાદનું મહત્તમ તાપમાન સામાન્ય કરતાં અઢી ડિગ્રી ગગડીને 26.6 ડિગ્રી અને લઘુતમ તાપમાન સામાન્ય કરતાં 4.3 ડિગ્રી વધીને 17.2 ડિગ્રી નોંધાયું હતું. બુધવારે બપોર પછી અમદાવાદમાં ઠંડી વધવાની શક્યતા છે.



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today


from Divya Bhaskar https://ift.tt/2O3prAA

Comments