ચીનથી પાછા ફરેલા 10 વિદ્યાર્થીની એરપોર્ટ પર તબીબી તપાસ ન થઈ

કોરોના વાઈરસને લઈને અમદાવાદ એરપોર્ટ ખાતે હેલ્થ વિભાગ દ્વારા મુસાફરોનું સ્ક્રીનિંગ કરવાના દાવાની વાતો વચ્ચે ચીનમાં અભ્યાસ અર્થે ગયેલા ગોધરાના 4 સહિત 10 વિદ્યાર્થીઓ અમદાવાદ એરપોર્ટથી ગોધરા પહોંચ્યા ત્યાં સુધી કોઈપણ પ્રકારનું પરીક્ષણ ન થતાં સરકારના દાવા પોકળ સાબિત થયા છે. ગોધરા સ્થાનિક આરોગ્ય વિભાગને જાણ થતાં તેમણે આ વિદ્યાર્થીઓનું પરીક્ષણ કરાવી 28 દિવસ સુધી ઓબ્ઝર્વેશન હેઠળ રાખ્યા હોવાનું જાણવા મળ્યું છે.

ઉલ્લેખનીય છે કે, અભ્યાસ માટે ગયેલા ગોધરાના 4 વિદ્યાર્થીઓ ચીનના જુઝિયાન શહેરમાં છેલ્લા ત્રણ વર્ષથી મેડિકલનો અભ્યાસ કરી રહ્યા છે. તેઓ ચીનથી બેંગકોક થઈ બુધવારે સવારે અમદાવાદ એરપોર્ટ ખાતે આવ્યા હતા.

બુધવારે મ્યુનિ. હેલ્થ ઓફિસર ભાવિન સોલંકી સહિત ટીમે એરપોર્ટ પર હેલ્થ વિભાગ દ્વારા થતી કામગીરીની સમીક્ષા કરી હતી. ત્યારબાદ અેરપોર્ટના ઈન્ટરનેશનલ ટર્મિનલ પર અરાઈવલ ગેટ પાસે અંદરની તરફ ત્રણ શિફ્ટમાં હેલ્થ વિભાગના ડોક્ટર સહિત પેરામેડિકલનો સ્ટાફ 24 કલાક તહેનાત કરવામાં આવ્યો છે. અહીં બહારથી આવનારા પેસેન્જરોએ પોતે કયા દેશમાંથી આવ્યા છે તેનો પુરાવો આપવો પડશે. આ ઉપરાંત કોઈ પેસેન્જરને તાવ, ઉધરસ કે શરદી હોય તો તેનું પરીક્ષણ કરવામાં આવશે. આ સિવાય સિવિલ હોસ્પિટલમાં પણ આઈસોલેશન વોર્ડ શરૂ કરવામાં આવ્યો છે.



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today


from Divya Bhaskar https://ift.tt/37E4BzD

Comments